મનસુખ વસાવાના આકરા પ્રહાર, ‘ચૈતર વસાવા ગદ્દાર, કેજરીવાલ એન્ડ કંપની આદિવાસી વિરોધી છે’

ભરૂચ: ગુજરાતની 25 લોકસભા સીટો માટે આગામી 7 મેના રોજ મતદાન થવાનું છે, જેના કારણે રાજ્યમાં તમામ પક્ષોના ટોચના નેતાઓ અને ઉમેદવારો મતદારોને રિઝવવામાં લાગ્યા છે. રાજ્યની સૌથી હોટ સીટ મનાતી ભરૂચ લોકસભા બેઠક પરના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ આજે નર્મદા જિલ્લામાં એક સભામાં મનસુખ વસાવાએ આપના ઉમેદવાર ચૈતર વસાવા પર આકરા પ્રહારો કર્યા હતા.
ભરૂચ લોકસભા બેઠક પરના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ આપ ઉમેદવાર ચૈતર વસાવા સામે આકરા શબ્દબાણ છોડ્યા છે, તેમને કહ્યું કે, ચૈતર વસાવા ગદ્દાર છે, અને તેનાથી કુતરુ તો શું બિલાડું પણ નથી ડરતુ. કેજરીવાલ એન્ડ કંપની આદિવાસી વિરોધી છે, નર્મદાની એક સભામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર આકરા પ્રહારો કર્યા હતા. હાલમાં જ નર્મદામાં ભાજપ અને આપની ટક્કર જોવા મળી હતી, ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ આપ ઉમેદવાર ચૈતર વસાવા પર પ્રહાર કર્યા છે.
મનસુખ વસાવાએ વધુમાં કહ્યું કે, ચૈતર વસાવાથી કુતરુ તો શું બિલાડુ પણ નથી ડરતું, તમે લોકો ચૈતર વસાવાને મત ના આપતા. મનસુખ વસાવાએ કોંગ્રેસને શીખામણ આપી કે તમારા બૂથમાં ચૈતર વસાવાના વૉટ ના નીકળે તેવું કરજો, નહીં તો તમારી પાર્ટીને આ વિસ્તારમાં પતાવી દેશે. જો તમારા બૂથ પર ચૈતર વસાવાને મત મળશે તો તે તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ ભાગ પાડશે.
તેમણે કહ્યું કે કેજરીવાલ એન્ડ કંપની આદિવાસી વિરોધી પાર્ટી છે. ચૈતર વસાવાએ આદિવાસીઓના હકની લડાઇ લડી રહેલી ભારતીય ટ્રાયબલ પાર્ટીને તોડી પાડી, ચૈતર વસાવા ગદ્દાર છે, ધારાસભ્ય બનવા તેને બીટીપી છોડી. આમ આદમી પાર્ટી પણ પતાવી દીધી, ચૈતર વસાવા માત્ર મહોંરુ છે, મૂળ તો કેજરીવાલ પણ આદિવાસી વિરોધી છે. અમિત શાહના ફેક વીડિયો બાબતે પણ મનસુખ વસાવાએ કહ્યું કે આપ દેશમાં જુઠાણું ફેલાવે છે.