કચ્છના ચકચારી હનીટ્રેપ કેસના આરોપી મનીષા ગોસ્વામીના જામીન મંજુર
ભુજ: વર્ષ ૨૦૧૯માં કચ્છના અબડાસાના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના પીઢ અગ્રણી જયંતી ભાનુશાલીની ચાલતી ટ્રેને શાર્પ શુટરો દ્વારા પોઇન્ટ બ્લેન્ક રેન્જથી ગોળી મારીને હત્યા કરવાનાં ચકચારી પ્રકરણમાં જામીન મળ્યા બાદ મહિલા આરોપી મનીષા ગુજ્જુગિરિ ગોસ્વામીને એક યુવાનના અપમૃત્યુવાળા ચર્ચાસ્પદ હનીટ્રેપ કેસમાં પણ રાજ્યની વડી અદાલત દ્વારા જામીન આપવામાં આવ્યાં છે.
Also read: ત્રણ દિવસની મંગળા આરતી સાથે કચ્છમાં દીપોત્સવી પર્વનો પ્રારંભ
ભુજની પાલારા જેલમાંથી જ હનીટ્રેપનો દોરીસંચાર કરી દિલીપ નામના યુવાનને ફસાવી તેને મરવા મજબૂર કરવાના કેસમાં જામીન મેળવવા હાઈકોર્ટમાં કરાયેલી અરજી અંગે હાથ ધરાયેલી સુનાવણીમાં કોર્ટેં બંને પક્ષને સાંભળ્યા બાદ મનીષા ગોસ્વામીને જામીન પર મુક્ત કરતો આદેશ કરતાં અંદાજિત ચાર વર્ષના સમયગાળા બાદ મનીષાનો જેલમાંથી છૂટકારો થતાં તેણીની દિવાળી સુધરી છે.
Also read: એસટીને દિવાળી ફળીઃ બે અઠવાડિયામાં એડવાન્સ બુકિંગથી કરી 28.33 કરોડની આવક
નોંધનીય છે કે આ કેસની માસ્ટરમાઈન્ડ મનીષા ગોસ્વામીએ દિલીપ સાથે ચેટિંગની શરૂઆત કર્યા બાદ દિવ્યા નામની યુવતીને દોરીસંચાર આપ્યો હતો અને દુષ્કર્મ કેસમાં ફસાવી ખંડણી માંગીને અપાયેલા ત્રાસથી વાજ આવી ગયેલા દિલીપ આહીરે આપઘાત કર્યો હતો. આ કેસમાં મનીષાનો પતિ, દિવ્યા ચૌહાણ અને તેનો મિત્ર અજય પ્રજાપતિ સહિત આઠ આરોપી સંડોવાયેલા હતા.