વડોદરાના સંશોધકે ‘ગોટલી’ પર મેળવી પેટન્ટ, જાણો કેમ?
વડોદરા: નામ છે ‘કેરી’ છતાં પણ કહેવાય ફળોનો રાજા! તો કઈ એમ જ રાજા નહીં કહેવાયો હશે ને! ઉનાળાની સિઝન ભલે ગરમી કે પછી વેકેશનની સિઝન તરીકે જાણીતી હોય, પરંતુ ઉનાળાને ‘કેરીની સિઝન’ તરીકે પણ કોઈ નકારી ન શકે. આજે આપણે આ લેખમાં કેરીના એવા મહત્વ વિશે જાણીશું કે કેરીને ખરેખર ‘ફળોનો રાજા’ બનાવે છે. એક પ્રખ્યાત કહેવત છે ને કે ‘આમ કે આમ, ગુટલીઓ કે દામ’ તો કદાચ આ ગોટલી જ છે કે જે કેરીને ‘રાજા’ બનાવે છે.
વડોદરાના સંશોધનકર્તા એ કેરીની ગોટલીના રસને કેન્દ્ર સરકાર તરફથી પેટેન્ટ કરાવ્યો છે. જેને સ્થાનિક નામ ‘ગુટલી’ આપ્યું છે. કેરીની આ ગોટલીને ગ્રાઇન્ડીંગ, ક્રશિંગ, ફિલ્ટરિંગ અને બેચ પેસ્ટ્યુરાઇઝેશનની પ્રોસેસ કર્યા પછી જાણવા મળ્યું છે કે આ ગોટલીનું જ્યુસ વિટામિન B12થી ભરપૂર છે. આ ગોટલીનો રસ વિટામિન બી12ની ઉણપ ધરાવતા શાકાહારીઓ માટે આશીર્વાદ સમાન છે.
વડોદરા સ્થિત એક જાણીતી યુનિવર્સિટીના ડેરી અને ફૂડ ટેકનોલોજી વિભાગના હેડ પ્રોફેસર વિજય દત્તારાવ કેલે, એ જણાવ્યુ કે ગુજરાતમાં B12ની ઉણપ ધરાવતા ખાસ કરીને સુરત, વડોદરા, આમદવાદના શાકાહારી લોકો પર થયેલા એક રિસર્ચ પેપરે આ પ્રોજેકટ વેગ આપ્યો છે.
આ રિસર્ચ પેપરમાં બહાર આવ્યું છે કે ગુજરાતમાં લગભગ 27% લોકો વિટામિન B12ની ઉણપથી પીડાય રહ્યા છે. જેમાં સૌથી ઓછા સુરતમાં 15% અને સૌથી વધુ અમદાવાદમા 35% છે. માંસાહારી લોકો કરતાં શાકાહારીઓ વધુ છે.
કેલે તેની એક સ્ટુડન્ટસાથે મળીને એક પ્લાન્ટ બેસ્ડ સપ્લીમેન્ટ તૈયાર કરવા માટે ગોટલી પર કામ કરવાનું શરૂ કર્યું, જે શાકાહારીઓમાં રહેલી B12ની ઉણપમાં કામ આવી શકે. રિસર્ચ કરી રહેલી ટીમે ગોટલીને 12 કલાક સુધી ગરમ પાણીમાં પલાળી રાખી, તેની ચાલ કાઢીને તેને ક્રશ કરી નાખી. ત્યાર બાદ તેને ગાળી લેવામાં આવી. ત્યાર બાદ તેને બેચને અડધો કલાક સુધી 63 ડિગ્રી પર પેશ્ચ્યુરાઇઝ પ્રોસેસ કરી અને બાદમાં 4 ડિગ્રી સુધી તેને ઠંડુ કર્યું અને PET બોટલમાં પેક કર્યું.
ત્યારબાદ નમૂનાઓ આણંદ-મુખ્ય મથક નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB) અને નવી મુંબઈ સ્થિત ઓટોકલ સોલ્યુશન્સ પ્રાઈવેટ લિમિટેડની CALF (analytical and research laboratory) સહિતની બે NABL માન્યતા પ્રાપ્ત લેબોરેટરીઝમાં એનાલિસિસ કરવા માટે મોકલવામાં આવ્યા હતા. કેલેએ જણાવ્યું કે અમારી પેટન્ટ પદ્ધતિ દ્વારા કેરીની ગોટલીમાંથી કાઢવામાં આવેલા રસના 100ml માં વિટામિન B12.આ 2.4 માઇક્રોગ્રામ કરતાં ઘણું વધારે છે, જે પુખ્ત વયના લોકોમાં વિટામિન B12ની જરૂરિયાત છે,”
વિટામિન B12 માટે ભલામણ કરેલ આહાર ભથ્થું (RDA) લોહીના સ્વાસ્થ્યને જાળવવા અને લોહીના પ્રવાહમાં વિટામિન B12 નું સ્તર હાંસલ કરવા માટે જરૂરી રકમના આધારે નક્કી કરવામાં આવે છે. વધુ શું છે, SSIP ના નાણાકીય સહાય મેળવવા માટે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના ઇનોવેશન એન્ડ સ્ટાર્ટઅપ સેન્ટર ખાતે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી (SSIP)ના નિષ્ણાતોની સ્ક્રીનીંગ કમિટી દ્વારા પ્રોજેક્ટની પસંદગી પણ કરવામાં આવી છે.
મિસયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે ચોકલેટ, સ્ટ્રોબેરી, કેસર અને એલચીના ફ્લેવર્ડ વેરિઅન્ટ્સ પણ ડેવલોપ કરવામાં આવ્યા છે. વધુમાં કહે છે કે “અમે ગ્રાહકોના સ્વાદની રુચિને ધ્યાનમાં રાખીને વધુ સારો અનુભવ આપવા માટે દેશની સૌથી પ્રિય કેરીની જાતોમાંની એક આલ્ફોન્સો કેરીની ગોટલીનો ઉપયોગ કર્યો છે,”