કમોસમી કેરીએ કરી કમાલઃ એક કિલોનો ભાવએ રેકોર્ડ તોડી નાખ્યો
પોરબંદર: કહેવાય છે કે ઈશ્વરે તમને માલામાલ કરવા હોય તો તે કરી દે છે. કેરીની સિઝનમાં વધારે ભાવ આવ્યો હશે ત્યારે વેપારીઓ કે ખેડૂતો ખુશખુશાલ થયા જ હશે, પરંતુ નવેમ્બરમાં ઉગેલી થોડીક જ કેરીનો ભાવ એટલો આવશે કે બે દિવસમાં હજારો કમાઈ લેશું તેવું તેમણે વિચાર્યું નહીં હોય.
બે દિવસ પહેલા બે દિવસ પહેલા પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં ૬૦૦ થી ૭૦૦ રૂપિયે કિલો લેખે કેરીના ત્રણ બોક્સનું વેચાણ થયું હતું ત્યાર બાદ આજે યાર્ડના ઇતિહાસમાં સૌથી વધુ મોંઘી કેરીની હરાજી થઈ છે, જેમાં ચાર બોક્સ કેરીનો ભાવ ૬૨,૦૪૦ ઉપજ્યો છે એટલે કે એક કિલો કેરીનું ૧૫૫૧ રૂપિયા લેખે વેચાણ થયું છે. પોતાના ખેતરેથી માત્ર ચાર બોક્સ લાવેલો ખેડૂત ઘરે રૂ. 60,000 લઈ ગયો હતો.
ભારત દેશમાં એકમાત્ર પોરબંદર શહેરમાં જ શિયાળા દરમિયાન પણ માર્કેટિંગ યાર્ડમાં આ વર્ષે કેરી વહેંચાઈ રહી છે. છેલ્લા બે વર્ષથી શિયાળાની શરૂઆત થાય છે ત્યાં જ પોરબંદરના યાર્ડ માં કેસર કેરી વેચાવા માટે આવી જાય છે ત્યારે આ વખતે પણ આ પરંપરા જાળવી રાખીને આંબાના ઉત્પાદકો પાસે કેરીનું વહેલું ઉત્પાદન શરૂ થઈ ગયું હોય
તેમ બે દિવસ પહેલા ૬૦૦ થી ૭૦૦ રૂપિયા કિલો લેખે કેરીનું ત્રણ બોક્સનું વેચાણ થયા બાદ પોરબંદર માર્કેટિંગ યાર્ડની સ્થાપના થઈ ત્યારથી અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી વધુ ભાવ બુધવારે આવ્યો હતો જેમાં ખંભાળા પંથક માંથી ખેડૂત કેરીના બે બોકસ વેચાણ માટે લાવ્યા હતા અને હરાજી થતા રૂ. ૧,૫૫૧ રૂપિયા કિલો લેખે વેચાણ થયું હોવાની માહિતી મળી છે. બે બોકસના રૂ. ૩૧,૦૨૦ ઉપજ્યા હતા.
આજેપણ જાંબુવતી ગુફા વિસ્તારમાં ખેડૂતને ત્યાંથી લવાયેલા બે બોકસની હરાજી થઇ હતી. બરડા પંથકના અનેક ગામડાઓમાં ભર શિયાળે કેરીના મોર જોવા મળી રહ્યા છે અને અમુક આંબામાં તો કેરીની આવક પણ થઈ રહી છે. ત્યારે પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં સૌથી વધુ મોંઘા ભાવે બુધવારે કેરીનું વેચાણ થતાં સૌ આશ્ચર્યકિત થઈ ગયા હતા. અને ચાર બોકસ કેરીનો ભાવ ૬૨,૦૪૦ ઉપજયો હતો.