આપણું ગુજરાત

Sorry Mango lovers: કાચી કેરી આ ભાવે મળે છે તો પાકી કેરી ગજવાને ક્યાંથી પોસાશે?

અમદાવાદઃ માર્ચ મહિનાની શરૂઆત થઈ ગઈ છે. પોરબંદરના યાર્ડમાં થોડી કેરી આવી છે, પરંતુ Mango Hub કેસર કેરીનો જે પટ્ટો છે ત્યાં કેરીની આવક ઘણી ઓછી છે. તલાલા, ગીર, વંથલી વગેરે વિસ્તારોમાં હજારોની સંખ્યામાં આંબાના બગીચા છે. આ બગીચાઓમાં કેરીનું સ્ટેટસ અલગ અલગ છે.

ક્યાંક હજી તો નવા મોર એટલે કે ફૂલ બેઠા છે, તો ક્યાંક નાનકડી કેરી ફૂટી છે તો ક્યાંક મોટી ખાખડી આવી છે. આ મોટી ખાખડી એટલે કે કાચી કેરીના ભાવ સામાન્ય રીતે કિલોએ રૂ. 100 હોય ત્યારે હાલમાં તે રૂ.600થી 800ના ભાવથી મળે છે. આ પરથી સમજી શકાય કે કેરીની આવક મોડી તો છે જ, પરંતુ ઘણી ઓછી છે અને પાકી કેરી પણ આ વર્ષે બજારમાં ઓછી આવશે અને ભાવ સામાન્ય માણસના ગજવાને પરવડે તેવા નહીં હોય.

સ્થાનિક ખેડૂતો પાસેથી મળતી માહિતી અનુસાર સોરઠની કેસર કેરીનો ફાલ મોડો આવે છે, પરંતુ માર્ચ મહિનામાં મિડિયમ સાઈઝની ખાખડી મળવાનું ચાલુ થઈ જાય છે અને તે ઘણા ઓછા ભાવે મળતી હોય છે. પણ બજારમાં તેનો ભાવ ઘણો ઊંચો છે. અમુક આંબાઓમાં મોર બળી ગયા છે તો અમુકમાં નવા મોર આવી રહ્યા છે. જેને મોટા થતાં સમય લાગશે. આથી કેરી મોડી આવશે અને જૂન મહિનામાં વાતાવરણ સારું રહેશે અને વરસાદ નહીં પડે તો કેરી ઉનાળાના પાછલા ભાગમાં ખાવા મળશે.

સામાન્ય રીતે કેરીનો ફાલ એક વર્ષના અંતરે સારો આવતો હોય છે. એક વર્ષ સારા પ્રમાણમાં કેરી આવી હોય તો બીજા વર્ષે થોડી ઓછી કેરી આંબામાંથી ઉતરતી હોય છે. પણ આંબાના બગીચા પણ નિર્ભર એવા ખેડૂતો કેમિકલનો ઉપયોગ કરી દર વર્ષે કેરીમાંથી કમાણી કરતા હોય છે.

આ વર્ષે ઠંડી ઓછી પડતા મોર ઓછા બેઠા હતા અને ઘણા ખરા બળી ગયા હતા. તેવામાં હવે જાતા જાતા ઠંડીનો ચમકારો થયો તેને લીધે સવારે ઝાકળને લીધે નવા બની રહેલા ફૂલને પણ નુકસાન જઈ રહ્યું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. ત્યારે કેસર કેરીનો રસ અને પાતરા ખાવાના શોખિનો જો દાઢ સજાવીને બેઠા હોય તો તેમણે થોડી રાહ જોવી પડશે અને ખિસ્સું પણ ખાલી કરવું પડશે તે વાત નક્કી છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત