આપણું ગુજરાત

કેરીના શોખિનો આ વાત જાણશો તો આજે જમવાનું નહીં ભાવે

અમદાવાદઃ આમ તો હજુ ફેબ્રુઆરી મહિનો છે, પરંતુ જેમને કેરી ખાવાનો ખૂબ શોખ હોય તેઓ ગમે તેટલી મોંઘી કેરી ખરીદે છે. બજારોમાં માર્ચ મહિનામાં જ કેરીનો ફાલ આવી જાય છે. મહારાષ્ટ્રની જાણીતી હાફૂસ કેરી વહેલી આવતી હોવાથી તે પહેલા બજારમા જોવા મળ છે અને ઘણા મોંઘા ભાવે વેચાય છે, પરંતુ ગુજરાતીઓની પહેલી પસંદ કેસર કેરી હોય છે. સિઝનમાં રસ-પૂરી કે માત્ર રસને રોટલી ખાનારાઓની સંખ્યા પણ મોટા પ્રમાણમાં છે. મૂળ સૌરષ્ટ્રની કેસર કેરી બજારમાં એપ્રિલના અંતમાં આવે છે. શરૂઆતમાં થોડી મોંઘી પણ પછીથી સૌને પોષાતી હોવાથી આ કેરી માટે એક મોટો વર્ગ રાહ જોઈને બેઠો હોય છે ત્યારે આ લોકો માટે માઠા સમચાર છે. આ વખતે કેરીનો પાક મોડો આવવાનો છે અને ઓછો પણ આવવાનો છે. ગયા વર્ષે કેરી મબલખ આવી હતી અને લોકોએ મન ભરીને ખાધી હતી ત્યારે આ વખતે રાહ જોવી પડશે અને ઓછો માલ આવશે તો જોઈએ તેટલી સસ્તી કેરી ન મળે તેમ પણ બને.

કેરીનો માલ જ્યાંથી આવે છે તે તાલાલા, ગિર, જૂનાગઢ, વંથલી પંથકમાં હજુ આંબામાં મોર ખિલ્યા છે અથવા બહુ નાની કેરી જેને ખાખડી કહેવાય છે તે આવી છે. વળી આંબામાં જોઈએ તેટલા મોર દેખાતા નથી. આનું મુખ્ય કારણ વાતાવરણમાં આવેલા ફેરફાર છે. ફેબ્રુઆરી મહિનો ચાલુ થઈ ગયો છે અને ડિસ્મ્બર,જાન્યુઆરીમા જોઈએ તેવી ઠંડી પડી નથી. અગાઉ માવઠા પણ થયા હતા. હવે ઠંડીના અભાવે ફૂલ ખરી જાય છે અને મોર બેસતા નથી, તેમ સ્થાનિક બગાયતી સાથે જોડાયેલા લોકોનું કહેવું છે. આથી આ વખતે કેરી ઓછી અને મોંઘી ખાવા તૈયાર રહેવું પડશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button