આપણું ગુજરાત

વિપરીત હવામાનથી કેરીના ખેડૂતોને ભારે નુકસાનની ભીતિ: વલસાડી હાફુસ અને કચ્છી કેસરનું ઉત્પાદન ઘટશે

અમદાવાદઃ ગુજરાતમાં માવઠાની આગાહીએ ખેડૂતોની ઉંઘ હરામ કરી નાખી છે. તેમાં પણ કેરી પકવતા ખેડૂતોની હાલત કફોડી બની છે. કૃષિ નિષ્ણાતોના મતે આંબા પરનો મોર ખરી પડતા આ વખતે વલસાડી હાફુસ અને કચ્છી કેસરનું ઉત્પાદન ઘટી શકે છે. હવામાન વિભાગની આગાહી વલસાડ જિલ્લામાં પણ પ્રમાણે વાતાવરણમાં પલટો આવ્યો છે. બે દિવસથી વાદળછાયા વાતાવરણ વચ્ચે બુધવારે વહેલી સવારે વલસાડ શહેર અને વાપી સહિત જિલ્લાના અને આસપાસના વિસ્તારમાં વરસાદના છાંટા પડ્યા હતા. જિલ્લાનો મુખ્ય કેરીનો પાક આંબાવાડીઓમાં તૈયાર થવાની અણી પર છે, એ વખતે જ વાતાવરણમાં પલટાને કારણે કેરીના પાકને વ્યાપક નુકસાનીની ભીતિ સેવાઇ રહી છે. આથી ખેડૂતો ચિંતામાં છે.

કેરીનો પાક વાતાવરણ ખૂબ જ મહત્વનું હોય છે. વાતાવરણમાં થોડો પણ બદલાવ કેરીના પાક પર અસર કરી શકે છે. ત્યારે બે દિવસથી વાદળછાયા વાતાવરણ અને તાપમાનમાં ફેરફારને કારણે આંબા પર રહેલી નાની કેરીઓ ખરી રહી છે અને જે ફળ મોટા થયા છે તેના પર વિપરીત અસર પણ થઈ રહી છે. હજુ પણ આગામી સમયમાં કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી છે. આથી વલસાડ જિલ્લાના ખેડૂતોના જીવ અધ્ધર છે. સતત પાંચ વર્ષથી કેરીના પાકમાં નુકસાની સહન કરતા વલસાડ જિલ્લાના ખેડૂતોને આ વર્ષે પણ મોટું નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે.

આ પણ વાંચો: કચ્છની કેસર કેરીનો સ્વાદ બનશે દોહ્યલો? કચ્છમાં ખરાબ વાતાવરણથી ખરી રહ્યો છે મોર-ખેડૂતોમાં ચિંતા

તે જ પ્રમાણે કચ્છની વખણાતી કેસર કેરી આ વખતે લોકો સુંધી ઓછી પહોંચશે કેમ કે કચ્છમાં આ વર્ષે વાતાવરણ અનુકૂળ ના હોવાના કારણે કેસર કેરીના ફાલ બરોબર રીતે થયા નથી. તેથી દેશ અને વિદેશના લોકોને કચ્છની કેસર કેરી પણ ખાવા ઓછી મળશે. આ વર્ષે કચ્છના વાતાવરણમાં આવેલા પલટાના કારણે કેસર કેરીના ફુલ અને ફાલ ખડી પડતા કચ્છની કેસર કેરીમાં 60થી 70 ટકા ઘટાડો નોંધાયો છે. આ કારણે કેરીના પાક લેતા ખેડૂતોને મોટી નુકશાની વેઠવાનો વારો આવ્યો છે.

તેમજ કચ્છમાં અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે જેના કારણે કેરીના ફુલ હેવી તાપના કારણે બળી ગયા છે, તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવી જો કમોસમી વરસાદ પડશે તો જે કેરીના પાક ઝાડ ઉપર લટકી રહ્યા છે પણ નિષ્ફળ જશે અને ખેડૂતોને આર્થિક ફટકો પડવાનો છે. વાતાવરણમાં અચાનક પલટો આવી ગયો છે, માર્ચમાં જ આકરી ગરમી શરૂ થઈ સાથે સાથે ભેજવાળા વાતાવરણના કારણે કેરીના ઝાડ ઉપર આવેલા ફુલ અને ફાલ બન્ને ખરી પડ્યા છે, જેથી મોટા પ્રમાણમાં નુકસાન થશે તેવું ખેડૂતોને લાગી રહ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button