‘વાર્તા રે વાર્તા માંડવીયા ગીત ગવડાવતા…’ પોરબંદર બેઠક પર વોટ્સએપ ગ્રૂપમાં પોસ્ટ વાયરલ

રાજકોટ: Mansukh Mandaviya Viral Post એક બાજુ પુરુષોત્તમ રૂપાલાને (Parsottam Rupala) લઈને રાજકોટ બેઠક પર રાજકારણ તેની ચરમ સીમા છે ત્યારે તેની પાડોશી બેઠક પોરબંદરમાં (Porbandar loksabha seat) પણ ભાજપના ઉમેદવારને લઈને ખટરાગ ચાલી રહ્યો છે. કેન્દ્રિય પ્રધાન અને પોરબંદર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખભાઇ માંડવિયા (Mansukh Mandaviya) વિરુદ્ધ સોશિયલ મીડિયામાં (Whatsapp) એક પોસ્ટ વાયરલ કરવામાં આવી રહી છે. અગાઉ પણ ધોરાજીમાં લલિત વસોયા અને મનસુખ માંડવિયા એમ બંને ઉમેદવારોના ફોટો સાથે બેનરો લાગ્યા હતા જ્યારે તાજેતરમાં એક વોટસપ ગ્રૂપમાં માંડવિયાના ઉલ્લેખ સાથે એક પોસ્ટ વાયરલ કરવામાં આવી રહી છે.
75 વિધાનસભા નામના એક વોટ્સએપ ગુપમાં એક પોસ્ટ ફરતી થઈ છે. જેમાં લખવામાં આવ્યું છે કે “વાર્તા રે વાર્તા “માંડવીયા” ગીત ગવડાવતા જાનૈયા આડા હાલતા બેનરો છપાવી લગાડતા” સોશિયલ મીડિયામાં આ પોસ્ટને લઈને હાલ રાજકીય વર્તુળોમાં ઘણી ચર્ચાઓ થઈ રહી છે. મનસુખ માંડવિયાની ઉમેદવારી લઈને સ્થાનિક રાજકીય માહોલ ગરમ થતો જણાય છે.
અગાઉ ઉપલેટામાં મનસુખ માંડવિયાના વિરુદ્ધ પોસ્ટર લાગ્યા હતા. સ્થાનિક ઉમેદવારને મત આપવાની માંગ સાથે ધોરાજી-ઉપલેટાના અલગ અલગ વિસ્તારોમાં પોસ્ટર લાગ્યા હતા, જેને કારણે સ્થાનિક રાજકારણ ગરમાયું હતું. જેમાં ભાજપ-કોંગ્રેસ એ એક બીજા પર આક્ષેપ કર્યા હતા.