આપણું ગુજરાત

Surat: દીપડાને પણ મળી આજીવન કેદની સજા!

સુરત: સામાન્ય રીતે તમે ગુનાના કેદીઓને કોર્ટ દ્વારા આપવામાં આવતી આજીવન કેદની સજા વિશે તો સાંભળ્યું જ હશે, પરંતુ આજે અમે તમને ચાર પગવાળા પ્રાણી વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને આજીવન કેદની સજા થઈ છે. હવે તે જીવનભર પિંજરામાંથી બહાર નહિ આવી શકે. હવે દીપડાએ તેના મૃત્યુ સુધી જીવનભર પુનર્વસન કેન્દ્રમાં રહેવું પડશે.

Also read: “ગુજરાતને દરિયે ડ્રગ્સનાં મોજા” પોરબંદરથી ઝડપાયું 1700 કરોડની કિંમતનું ડ્રગ્સ; 8ની ધરપકડ…

સરકારે કર્યું પુનર્વસન કેન્દ્રનું નિર્માણ
માનવ વસાહતોમાં દીપડાનાં હુમલાઓ ધીમે ધીમે ખૂબ જ વધી રહ્યા છે અને તેવા માનવભક્ષી દીપડાને પાંજરે પૂરીને જીવનભર કેદ રાખવામાં આવે છે. દીપડાઓ દ્વારા લોકો પર વધી રહેલા હુમલાને જોતા ગુજરાત વન વિભાગે પણ કાર્યવાહી હાથ ધરી છે. તેના માટે વિશેષ પુનર્વસન કેન્દ્રનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. થોડા દિવસ પહેલા 7 વર્ષના બાળક પર હુમલો કરનાર દીપડો સુરત જિલ્લાના ઝાંખવાવ સ્થિત પુનર્વસન કેન્દ્રમાં કેદી નંબર 1 બન્યો છે.

પરપ્રાંતિય મજૂરનાં બાળકનો ભોગ
15 દિવસ પહેલા માંડવી તાલુકાનાં ગામમાં ખેતમજુરી માટે મધ્ય પ્રદેશથી આવેલા એક ખેતમજૂરનાં 7 વર્ષના બાળક પર રાતે દીપડાએ હુમલો કર્યો હતો, દીપડો બાળકને ઉપાડીને શેરડીના ખેતરમાં લઈ ગયો હતો અને ફાડી ખાધો હતો. ખેતમજૂરી માટે આ દંપતી સીમમાં રહેતો હતો. જ્યારે વસાહતમાં લોકોને આ વાતની જાણ થઈ ત્યારે બાળકની શોધખોળ શરૂ કરી હતી.

Also read: જુનાગઢમાં એક જ નંબર પ્લેટ પર દોડતી બે બસ જપ્ત, RTOએ કર્યો 8 લાખનો કર્યો દંડ

શું કહેવું છે વન વિભાગનું?
વન વિભાગનાં અધિકારી આનંદ કુમારે જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાતના જંગલોમાં દીપડાની વધતી વસ્તીને કારણે તેઓ માનવ વસાહત તરફ આવવા લાગ્યા છે. પહેલા તેઓ કૂતરા અને પાલતુ પ્રાણીઓને પોતાનો શિકાર બનાવતા હતા, હવે તેઓ માણસો પર પણ હુમલો કરવા લાગ્યા છે. અગાઉ માનવભક્ષી દીપડો પકડાયો ત્યારે તેને વડોદરા મોકલી દેવાયો હતો. હવે અમે માંડવીના ઝંખવાવ ખાતે 1.50 કરોડના ખર્ચે દીપડાનું પુનર્વસન કેન્દ્ર તૈયાર કર્યું છે, જેમાં 10 દીપડાને રાખવાની ક્ષમતા છે. માંડવીમાંથી પકડાયેલો માનવભક્ષી આ કેન્દ્રનો પ્રથમ કેદી બન્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button