31 વર્ષના ગુજરાતના યુવકે Tentionને કારણે Flight કરી એવી હરકત કે…
ગુજરાતના 31 વર્ષીય યુવક સામે ફ્લાઈટમાં સ્મોકિંગ કરવા બાબતે કેસ દાખલ કરવામાં આવ્યો છે. મળી રહી માહિતી પ્રમાણે ગુજરાતના પોરબંદરના રહેવાસી મોહમ્મદ અસલમ Indigo Flightમાં દુબઈથી બેંગ્લોર આવી રહ્યો હતો એ સમયે તેને સિગારેટ પીતા રંગે હાથ પકડવામાં આવ્યા હતા. ઘટના રવિવારની છે.
મોહમ્મદ અસલમ સામે આક્ષેપ કરવામાં આવ્યો છે તે ફ્લાઈટના શૌચાલયમાં બેસીને સિગારેટ પી રહ્યા હતા અને ક્રૂ મેમ્બરને તેને કેમ્પેગોડા ઈન્ટનરનેશનલ એરપોર્ટ પોલીસને સોંપી દીધો હતો. જોકે, મોહમ્મદને જામીન મળી ગયા હતા.
એક રિપોર્ટ અનુસાર પૂછપરછમાં આરોપીને કબૂલ્યું હતું કે તે ફ્લાઈટના ટોઈલેટમાં બેસીને સ્મોકિંગ કરી રહ્યો હતો. દુબઈમાં તેનો મોબાઈલ સેલ્સ અને સર્વિસનો બિઝનેસ છે અને એમાં થયેલાં નુકસાનને કારણે તે થોડો ટેન્શનમાં હતો. આ સિવાય પરિવારમાં થયેલી પ્રિમેચ્યોર ડિલિવરીને કારણે પણ તે તાણમાં હતો, જેને કારણે કે ફ્લાઈટમાં સ્મોકિંગ કરી રહ્યો હતો.
જોકે, આ પહેલી વખત નથી કે આ રીતે ફ્લાઈટમાં કોઈ પ્રવાસીએ સ્મોકિંગ કર્યું હોય. આ પહેલાં પણ મુંબઈમાં આવી ઘટના જોવા મળી હતી. જેમાં ફ્લાઈટમાં બીડી પીવાના આરોપ હેઠળ મહોમ્મદ ફખરુદ્દીન મોહમ્મદ નામના પ્રવાસીની ધરપકડ કરવામાં આવી હતી.
એરપોર્ટના સૂત્રોના જણાવ્યા અનુસાર જ્યારે પ્રવાસી ફ્લાઈટમાં બોર્ડ કરી રહ્યો હતો એ સમયે જ સિક્યોરિટીમાં મોટી ચૂક થઈ હતી અને એને કારણે તે બીડી અને લાઈટર ફ્લાઈટમાં લઈ જવામાં સફળ થયો હતો.
આ પહેલાં મે, 2023ના બેંગ્લુરુ પોલીસે ફ્લાઈટમાં બીડી પીવાના આરોપ હેઠળ એક શખ્સની ધરપકડ કરી હતી. પોલીસે સહપ્રવાસીઓનો જીવ જોખમમાં મૂકવાના આરોપ હેઠળ 56 વર્ષના પ્રવીણ કુમારની બેંગ્લોરના જ કેમ્પેગૌડા ઈન્ટનેશનલ એરપોર્ટ પરથી ધરપકડ કરી હતી. આ પ્રવાસી અકાસા એરલાઈન્સની ફ્લાઈટમાં અમદાવાદથી બેંગ્લોર જઈ રહ્યો હતો.