માળીયા હાટીના તાલુકામાં સૌની યોજનાની કામગીરી પૂર્ણતાના આરે; આ ગામોને મળશે લાભ
જૂનાગઢ: માળીયા હાટીના તાલુકાના કારીભડા ગામે સૌની યોજનાના સંપના કામની જળ સિંચાઇ મંત્રી કુવરજીભાઈ બાવળિયા અને માંગરોળના ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. હાલ સૌની યોજનાના સંપની કામગીરી 70% પૂર્ણ થયેલ છે અને આગામી બે માસમાં બાકી રહેલું કામ પૂર્ણ થઈ જવાનું છે.
જુનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકાના કારીભડા ગામે સૌની યોજના અંતર્ગત સંપની કામગીરી ચાલુ છે અને આગામી માસમાં આ કામ પૂર્ણ થવાના આરે છે. ત્યારે ગુજરાતના જળ સિંચાઈ મંત્રી કુવરજીભાઈ બાવળિયા અને માળીયા માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ દ્વારા મુલાકાત લઈને ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું . હાલ સૌની યોજનાના સંપની કામગીરી 70% પૂર્ણ થયેલ છે. જ્યારે હવે આગામી બે માસમાં સૌની યોજનાનું આ કામ પૂર્ણ થઈ જશે.
સૌની યોજનાની કામગીરીનુ નિરીક્ષણ કરવાઆ માટે મંત્રી કુવરજીભાઈ બાવળીયા અને ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા માળીયા હાટીના તાલુકાના કાલીભડા ગામે મુલાકાત લેવામાં આવી ત્યારે ભાજપના આગેવાન હમીરસિંહભાઈ સિસોદિયા ,ધરમપુરના સરપંચ દેવાયતભાઈ વાઢેર અને કાત્રાસાના સરપંચ અનિરુદ્ધસિંહ ડોડીયા સહિતના આગેવાનોની હાજરી જોવા મળી હતી.
મીડિયા સાથે વાત કરતા ધારાસભ્ય ભગવાનજી કરગઠિયાએ જણાવ્યું હતું આ વિસ્તારના લોકો દ્વારા કાત્રાસા ડેમ અને નહેર બંનેને સૌની યોજનાનું પાણી આપવાની માંગ કરવાંઆ આવી હતી. આ કામ પૂર્ણ થયે કાત્રાસા સિંચાઈ યોજના છે તેમજ કેનાલમાં પાણી છોડવામાં આવશે. આ પાણીનો લાભ 10 થી 12 ગામડાઓને મળશે. લોકોનો પણ આગ્રહ છે કે સૌની યોજના વહેલી પૂર્ણ થાય જેથી મંત્રી દ્વારા કામ વહેલું પૂર્ણ થાય અને લોકો લાભ લેતા થાય તેવી ખાત્રી આપવામાં આવી હતી.