ગુજરાત સાહિત્ય અકાદમીને માતૃભાષા દિવસે સ્વાયત્ત કરો: કૉંગ્રેસ
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ:આવતીકાલે તા. ૨૧ ફેબ્રુઆરીના રોજ માતૃભાષા દિવસની ઉજવણી ટાણે રાજકીય જંજીરોમાં જકડાયેલી ગુજરાતી સાહિત્ય અકાદમીને સ્વાયત્ત કરવા માટે ગુજરાતના સાહિત્યકારો સ્વાયત્તતાની લડત લડી રહ્યા છે તેમને ટેકો જાહેર કરીને કૉંગ્રેસે અકાદમીને સ્વાયત્ત કરવાની માંગણી કરી છે. ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના મીડિયા કો-ક્ધવીનર અને પ્રવક્તા હેમાંગ રાવલે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, ભારતમાં ભાષાવાર બોલનાર લોકોની સંખ્યાની દૃષ્ટિએ ગુજરાતી ભાષા છઠ્ઠા ક્રમે સૌથી વધુ બોલાતી ભાષા છે. જે ભારતની વસતીના લગભગ ૪.૫ ટકા થવા જાય છે.
સમગ્ર વિશ્ર્વમાં ગુજરાતી ભાષા બોલતા લોકોની સંખ્યા ૭ કરોડ જેટલી છે, જેથી ગુજરાતી ભાષા વિશ્ર્વમાં ૨૬મા ક્રમની સૌથી વધુ બોલાતી ભાષા તરીકેનું સ્થાન ધરાવે છે, પરંતુ આજે ગુજરાતમાં ગુજરાતી ભાષાના પ્રચાર અને પ્રસારની જવાબદારી જેની છે તે ગુજરાત સાહિત્ય અકાદમી રાજકીય જંજીરોમાં જકડાયેલી છે અને તેને સ્વાયત્ત કરવા માટે ગુજરાતના સાહિત્યકારો સ્વાયત્તતાની લડત લડી રહ્યા છે.
અગાઉ ગુજરાતમાં સાહિત્ય લોકશાહી ઢબે સાહિત્ય અકાદમીના પ્રમુખ ચૂંટતા હતા, પરંતુ મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ સાહિત્ય અકાદમીમાં ચૂંટણી પ્રક્રિયાને બંધ કરી દીધી હતી અને સઘળો વહીવટ મહામાત્ર (રજિસ્ટારને) સોંપી દેવામાં આવ્યો. ત્યારબાદ આનંદીબેન પટેલના શાસનમાં ઉપરોક્ત બંધારણને રદ કરીને એ પ્રમાણે કલમ લખવામાં આવી કે “ગુજરાત રાજ્યના જે પણ મુખ્યમંત્રી હશે તેમને કારોબારી અને સાહિત્ય અકાદમીના પ્રમુખ નીમવાની સત્તા આપવામાં આવે છે અને રૂ. ૧૫ કરોડના વાર્ષિક બજેટવાળી ગુજરાત સાહિત્ય અકાદમીમાં સાહિત્ય સાથે સ્નાનસ્તુકનોય સંબંધ ના હોય તેવા લોકોને કારોબારીમાં સ્થાન આપવાની શરૂઆત થઈ હતી. જેનો મૃત્યુપર્યંત વિરોધ કરનાર સ્વર્ગસ્થ નિરંજન ભગત, ધીરુભાઈ પરીખ, ચંદ્રકાંત ટોપીવાલા, શિરીષ પંચાલ, ગુલાબ મહંમદ શેખ, પદ્મ
સિતાંશુ યશ્ર્ચંદ્ર, જ્ઞાનપીઠ એવૉર્ડ વિજેતા અને પદ્મશ્રી રઘુવીર ચૌધરી સહિત અગ્રણી સાહિત્યકારો સાહિત્ય અકાદમીને સ્વાયત્ત કરવા લડત લડી રહ્યા છે. જેથી આવતીકાલે વિશ્ર્વ માતૃભાષા દિવસે જ ગુજરાતી સાહિત્ય અકાદમીને સ્વાયત્ત કરવી જોઇએ એવું રાવલે જણાવ્યું હતું. ઉ