આપણું ગુજરાતટોપ ન્યૂઝ

સુરત ક્રાઈમ બ્રાન્ચની મોટી સફળતા, હિન્દુ નેતાઓની હત્યાનું કાવતરું રચનારા મૌલવીની કરી ધરપકડ

સુરત: સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમને મોટી કાર્યવાહી કરતા હિન્દુવાદી નેતાઓની હત્યાનું કાવતરું રચનાર કટ્ટર મુસ્લિમ મોલવીની ધરપકડ કરી છે. મોલવી સોહેલ અબુબકરે પાકિસ્તાન, નેપાળ તેમજ અન્ય દેશના કટ્ટરપંથીઓ સાથે મળીને હિન્દુ સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ સહિત અન્ય હિન્દુ નેતાઓને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

મોલવી સોહેલ અબુબકરે હૈદરાબાદના ધારાસભ્ય રાજા સિંગ, ભાજપની પૂર્વ મહિલા નેતા નૂપુર શર્મા, સહિત સુદર્શન ચેનલના એડિટર સુરેશ ચવ્હાણની હત્યા ષડયંત્ર રચ્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે ચોકબજાર સ્થિત ભરીમાતા ફૂલવાડી પાસેથી મહોમદ સોહેલ ઉર્ફે મૌલવી અબુબકર ટીમોલ (27)ને ઝડપી પાડ્યો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં, મોલવી મૂળ મહારાજના નંદુબાર જિલ્લાના નવાપુરનો વતની છે. તે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના કઠોર ગામમાં રહેતો હતો. મૌલવી સુરત જિલ્લાના કઠોરગામમાં આવેલ મદ્રેસામાં હાફીઝ અને આલીમ બનેલ છે. જ્યારે કઠોર-અંબોલી ગામમાં મુસ્લિમ બાળકોને ઈસ્લામ ધર્મનું ટ્યૂશન આપે છે. આ ઉપરાંત તે લસકાણા ડાયમંડ નગર ખાતે ધાગા ફેક્ટરીમાં મેનેજર તરીકે પણ ફરજ બજાવે છે.

પોલીસે મૌલવીની પાસેથી મળી આવેલા મોબાઈલની તપાસ હાથ ધરતા તે દોઢ વર્ષથી પાકિસ્તાનના એક મોબાઈલ નંબર ધારક ડોગર તેમજ નેપાળના શહેનાઝ નામના ઈસમો સાથે સોશિયલ મીડિયા મારફતે સંપર્કમાં હતો. જેમણે ભારતમાં હિન્દુવાદી સંગઠનો દ્વારા નબીની ગુસ્તાખી કરતાં લોકોને સીધા કરવાની જરૂર હોવાથી તેમને ધમકી આપવા માટે મૌલવીને જણાવ્યું હતુ. આ માટે પોતાની ઓળખ છતી ના થાય તે માટે લાઓસ દેશનું ઈન્ટરનેશનલ સીમ પણ ગેરકાયદેસર મેળવીને તેના પર વોટ્સએપમાં બિઝનેસ નંબર એક્ટિવ કરાવ્યું હતું.

આરોપી મહમદ સોહેલ ઉર્ફે મૌલવીએ લાઓસ દેશના વોટ્સઅપ નંબરથી હિંદુ ધર્મ વિરુદ્ધ ઉશ્કેરણીના ઉચ્ચારણો લખી ઉપદેશ રાણાને અવાર નવાર કમલેશ તિવારીની જેમ જાનથી મારી નાખવાની ધમકીઓ આપી તેમના ગ્રુપના એક સભ્યને ઉપદેશ રાણાનો ફોટો પણ મોકલી ઉપદેશ રાણાની હત્યા કરવા માટે 1 કરોડમાં સોપારી આપ્યા હોવાનું જણાવ્યું હતુ.

ઉલ્લેખનીય છે કે સનાતન સંઘ નામની NGO ચલાવતા ઉપદેશ રાણાને x કેટેગરીની સુરક્ષા પણ આપવામાં આવી હતી. ઉપદેશ રાણાને જાનથી મારી નાંખવાની ધમકી આપતા સમગ્ર મામલે ગોડાદરા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. અગાઉ પણ ઉપદેશ રાણાને પાકિસ્તાન ઉપરાંત અલગ અલગ દેશોમાંથી જાનથી મારી નાખવાની ધમકી મળી ચૂકી છે. કિશન ભરવાડ હત્યા કેસ દરમિયાન પણ ટિપ્પણી મુદ્દે ઉપદેશ રાણાને ધમકી મળી હતી. ઉપેદેશ રાણા જે NGO ચલાવે છે તેના સંઘના કમલેશ તિવારીની વિધર્મીઓના ધર્મ ગુરૂ પર ટિપ્પણી કરવા બદલ 2019માં લખનૌઉમાં હત્યા કરવામાં આવી હતી. આ હત્યા બાદ પોલીસે મૌલવીની શોધખોળ શરૂ કરી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button