સાવજ માટે સુવિધાઃ મહુવા-સુરત-મહુવા ટ્રેન સુપરફાસ્ટને બદલે હવે એક્સપ્રેસ તરીકે દોડાવાશે | મુંબઈ સમાચાર
આપણું ગુજરાતજૂનાગઢસ્પેશિયલ ફિચર્સ

સાવજ માટે સુવિધાઃ મહુવા-સુરત-મહુવા ટ્રેન સુપરફાસ્ટને બદલે હવે એક્સપ્રેસ તરીકે દોડાવાશે

જુનાગઢઃ રેલવે ટ્રેક પર ટ્રેનની અડફેટે આવી જતા સિંહના મૃત્યુ અંગે હાઈ કોર્ટે પણ ચિંતા વ્યક્ત કરી હતી અને રેલવે બોર્ડ અને સ્થાનિક તંત્રોને જરૂરી પગલાં લેવા સૂચના આપી હતી. આ સૂચનાને ધ્યાનમાં લઈ રેલવે બોર્ડ અમુક નિર્ણયો લઈ રહી છે. આવા જ એક નિર્ણય અંતર્ગત રેલ્વે બોર્ડ દ્વારા મહુવા-સુરત અને સુરત-મહુવાને હવે સુપરફાસ્ટને બદલે એક્સપ્રેસ ટ્રેન તરીકે દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેથી તા. 24થી રાજુલા, સાવરકુંડલા, લીલીયા મોટા અને દામનગર સ્ટેશને ટ્રેનના આગમન અને પ્રસ્થાનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

સંબંધિત લેખો

Back to top button