આપણું ગુજરાત

મહીસાગર નદી ગાંડીતૂર: સિંધરોટના ૨૦૦ લોકોને સલામત સ્થળે ખસેડાયા

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ: મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદથી કડાણા ડેમમાંથી પાણી છોડવામાં આવતા મહી નદીમાં વધેલા પાણીના પ્રવાહને ધ્યાને રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાહત અને બચાવની કામગીરી શરૂ કરવામાં આવી છે. ડબકા ગામનાં ભાઠા વિસ્તારની ૩૦ વ્યક્તિને સલામત સ્થળે ખસેડાયા બાદ રાત્રે સિંધરોટની ૨૦૦ વ્યક્તિને પણ ઊંચાણવાળા વિસ્તારમાં લઇ જવામાં આવી હતી. હાલ પાણીના પ્રવાહમાં ઘટાડો થઇ રહ્યો છે. કડાણામાંથી ગઈ કાલે રવિવારે નવ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. જે ઘટીને હાલ એક લાખ ક્યુસેક થયું છે. વણાકબોરીમાંથી વહેલી સવારે જે નવ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યા બાદ હવે તે ઘટી ને છ લાખ ક્યુસેક થયું છે. હાલ કોઈ પણ વિસ્તારમાં પાણીની અંદર માણસો ફસાયા નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button