કડાણા ડેમના 6 ગેટ 4 ફૂટ સુધી ખોલાયા, કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા…

મહીસાગરઃ ગુજરાતમાં ચોમાસાનો નવો રાઉન્ડ શરૂ થયો છે. મહીસાગર જિલ્લાના કડાણામાં આવેલા રાજ્યના ત્રીજા નંબરના સૌથી મોટા કડાણા ડેમમાં ઉપરવાસના ભારે વરસાદના કારણે પાણીની સતત આવક થઈ રહી છે.
ડેમનું રૂલ લેવલ જાળવવા માટે ડેમના 6 ગેટ 4 ફૂટ સુધી ખોલી 39,600 ક્યૂસેક પાણી મહી નદી છોડવામાં આવ્યું હતું. મહી નદી કાંઠા વિસ્તારના ગામોને ઍલર્ટ રહેવા સૂચના આપવામાં આવી હતી.
ઉપરવાસમાં પડી રહેલા અતિ ભારે વરસાદના કારણે કડાણા ડેમના જળ સપાટીમાં થઈ રહ્યો છે જેને લઈને ડેમના 6 ગેટ 4 ફૂટ સુધી ખોલીને 39,600 ક્યૂસેક ગેટ મારફતે તેમજ 20,400 ક્યૂસેક પાણી પાવર હાઉસ મારફતે છોડી કુલ 60,000 ક્યૂસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવ્યું હતું.
જેના કારણે કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા. તેમજ લોકોને પણ નદી કાંઠે ન જવા માટે સૂચના આપવામાં આવી હતી. જ્યારે ડૂબક પુલ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. બીજી તરફ 20,400 ક્યૂસેક પાણી પાવર હાઉસ મારફતે છોડવામાં આવ્યું હતું. જેથી વીજળીનું ઉત્પાદન પણ શરૂ થયું હતું.
હવામાન વિભાગે શું કરી છે આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં આવતીકાલથી વરસાદનું જોર વધશે. સાબરકાંઠા, નવસારી અને વલસાડ ઉપરાંત અન્ય જિલ્લાઓ જેવા કે સુરત, ડાંગ, ભરૂચ, અને આણંદમાં પણ ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદમાં પણ 25 ઓગસ્ટે ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો…સૌરાષ્ટ્રમાં મેઘતાંડવ: જૂનાગઢ, પોરબંદર અને ભાવનગર જળબંબાકાર, ડેમ છલકાયા, બોટ ડૂબતા માછીમારો ગુમ