તન ઘરડું પણ મન નહીં : વાજતે ગાજતે 75 વર્ષે દાદાએ તેમની જાન જોડી..
મહીસાગર : (old age couple get married in mahisagar of gujrat ) આપણે ત્યાં સામાન્ય રીતે વૃધ્ધ લોકો પોતે આનદથી જીવન જીવતા દેખાઈ ત્યારે એવું કહેવાતું હોય છે કે “તન ઘરડું થયું છે માં તો જુવાન જ છે”. પણ આ વાતને સાર્થક બનાવટી એક ઘટના ગુજરાતનાં મહીસાગર જિલ્લાના અમેઠી ગામમાં બની હતી. અહી 75 વર્ષના દાદાએ વાજતે ગાજતે લગ્ન કરીને લગ્ન માટે ઉત્સુક યુવાનો માટે એક આશાનું કિરણ જગાવ્યું છે.
Also Read:સચિન તેંડુલકરની સુરક્ષામાં તૈનાત SRPFના જવાને કરી આત્મહત્યા, સર્વિસ રિવોલ્વરથી…
મહીસાગર જિલ્લાના અમેઠી ગામમાં રહેતા અને એકલવાયું જીવન જીવતા સાયબાભાઈ ડામોર અને તે જ ગામના કંકુબેનના લગ્નની ઘટના હાલ ચર્ચાનું કેન્દ્ર છે. 75 વર્ષીય સાયબાભાઈ ડામોરની પત્નીનું 2020માં અવસાન થયું હતું તો તેના જ ગામમાં રહેતા 60 વર્ષીય કંકુબેનના પતિનું પણ અવસાન થયેલ છે.
Also Read: Manish Sisodiaની જ્યુડિશિયલ કસ્ટડી 30 મે સુધી વધી, દિલ્હીની કોર્ટેનો નિર્ણય
ખેતીનું કામ કરતાં સાયબાભાઈ ડામોરની એકમાત્ર પુત્રી છે અને હવે તે સાસરે છે. વૃધ્ધ વયે પિતાની સેવા થાય અને તેમણે જાતે કામ ન કરવું પડે તે માટે ખુદ તેમની દીકરી અને જમાઈએ જ આ લગ્ન કરવી હતા. સાયબાભાઈના લગ્નનો ગામલોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ખુદ સાયબાભાઈ પણ ડીજેના તાલે નાચતા જોવા મળ્યા હતા.