આપણું ગુજરાત

મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની ૨૦૦મી જન્મજયંતીની ટંકારામાં ઉજવણી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની ૨૦૦મી જન્મજયંતીની મોરબી જિલ્લાના ટંકારા ખાતે થઈ રહેલી ભવ્યાતિભવ્ય ઉજવણીનો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મોરબી-રાજકોટ રોડ પર નિર્મિત કરસનજીના આંગણા ખાતેથી શુભારંભ કરાવ્યો હતો. રાજ્યપાલે મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના ટંકારા ખાતે આવેલ જન્મસ્થળથી વાજતે ગાજતે યોજવામાં આવેલ શોભાયાત્રાનું સ્વાગત કર્યું હતું અને સાથે લાવવામાં આવેલી યજ્ઞજ્યોતને ભાવપૂર્વક આવકારીને યજ્ઞવેદીમાં સમર્પિત કરીને લેડી ગવર્નર શ્રીમતી દર્શનાદેવીજી સાથે વૈદિક મંત્રોચ્ચાર સાથે હવનમાં સહભાગી થયાં હતાં.

શોભાયાત્રા દરમિયાન ભાવિકો મહર્ષિ દયાનંદ સરસ્વતી લિખિત ‘સત્યાર્થ પ્રકાશ’ ગ્રંથ તથા જ્યોત સાથે ઉત્સાહભેર ઉજવણીમાં જોડાયાં હતા. કાર્યક્રમ સ્થળે રાજ્યપાલે ગૌ પૂજન કરી ધ્વજારોહણ કર્યું હતું.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મહર્ષિ દયાનંદ સરસ્વતીના ૨૦૦માં સ્મરણોત્સવ નિમિત્તે તૈયાર કરવામાં આવેલા સ્વામી દયાનંદ સરસ્વતીના જીવન, કાર્ય અને તેમના સંદેશ પર આધારિત વિશેષ પ્રદર્શનની મુલાકાત લઈને રસપૂર્વક નિહાળ્યું હતું. આ પ્રદર્શનમાં આર્ય સમાજની સ્થાપના અને વિકાસ તેમ જ મહર્ષિની ભારત વર્ષની યાત્રા દર્શાવતા સ્થળો, ભારતભરના આર્ય સંસ્થાનો, સ્વામીના જીવનની ઝાંખીનું નકશા રૂપે નિદર્શન, વિવિધ પુસ્તકો વગેરે અસરકારક રીતે દર્શાવવામાં
આવ્યું છે. આ પ્રસંગે આર્ય સમાજના સુરેશચંદ્ર આર્ય, વિનય આર્ય, સુરેન્દ્રકુમાર આર્ય, પદ્મશ્રી પૂનમ સૂરિજી, અજય શહગલ, શુષ્માજી, ધર્મપાલજી સહિત અન્ય મહાનુભાવો પણ જોડાયા હતા.ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress