આપણું ગુજરાતઆમચી મુંબઈ

Provident Fund ઉપાડવામાં Maharashtra મોખરે, Gujarat પાંચમા ક્રમે

અમદાવાદઃ કોરોના મહામારીની અસર હજુ ચાલુ છે અથવા તો લોકો તે ત્રણેક વર્ષમાં થયેલા આર્થિક નુકસાનમાંથી બહાર નથી આવી શક્યા તેમ જણાઈ રહ્યું છે. કોરોના દરમિયાન અને બાદ બધા લોકો આર્થિક રીતે નાણાંની તંગી અનુભવી રહ્યા હતા. તેથી કોઈ સ્થળેથી પૈસાની જોગવાઈ ન થઈ શકતા અંતે લોકોએ આખરી વિકલ્પ તરીકે પ્રોવિડન્ટ ફંડ (PF)માં જમા થયેલા નાણાં ઉપાડવા પર મજબૂર થયા હતા. કેન્દ્ર સરકારે લોકસભામાં આપેલા જવાબ મુજબ 2018-19થી 2022-23 દરમિયાન ગુજરાતના લોકોએ પીએફમાં જમા કરાવેલા 60 ટકા રકમ એટલે કે રૂ. 32 હજાર કરોડથી વધુ ઉપાડ્યા છે. ગુજરાતમાં પાંચ વર્ષમાં એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ (EPF)માં રૂ. 54 હજાર કરોડ જમા થયા હતાં. સૌથી વધુ રૂ. 4,734 કરોડ મહારાષ્ટ્રમાંથી ઉપાડવામાં આવ્યા છે. દેશમાં એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડમાંથી સૌથી વધુ રૂપિયા ઉપાડવામાં ગુજરાત પાંચમા ક્રમે છે.

ગુજરાતમાં પાંચ વર્ષમાં જમાં અને ઉપાડ

ગુજરાતમાં પાંચ વર્ષમાં કુલ રૂ. 54073 કરોડ જમાં થયા અને તેની સામે રૂ. 32607 કરોડ ઉપાડા લેવામાં આવ્યા હતા. 2018-19ની સરખામણીએ 2022-23માં પીએફમાં જમા થતી રકમ 66 ટકા વધી છે. જ્યારે આ દરમિયાન ઉપાડવામાં આવતી રકમમાં 90 ટકા વધારો થયો છે. જેમાં 2018-19માં રૂ. 8355 કરોડ જમાં થયા અને તેની સામે રૂ. 4734 કરોડ ઉપાડી લેવામાં આવ્યા હતા. 2019-20માં રૂ. 9528 કરોડ જમાં થયા અને તેની સામે રૂ 5322 કરોડ ઉપાડી લેવામાં આવ્યા હતા. 2020-21માં રૂ. 11,710 કરોડ જમાં થયા અને તેની સામે રૂ. 6567 કરોડ ઉપાડી લેવામાં આવ્યા હતા.2021-22માં રૂ. 10,576 કરોડ જમાં થયા અને તેની સામે રૂ 7054 કરોડ ઉપાડી લેવામાં આવ્યા હતા. 2022-23માં રૂ. 13,905 કરોડ જમાં થયા અને તેની સામે રૂ. 8929 કરોડ ઉપાડી લેવામાં આવ્યા હતા.

ગુજરાતમાં પાંચ વર્ષમાં 90 ટકા ઉપાડ

ગુજરાતમાં 2018-19ની સરખામણીએ 2022-23માં પીએફમાં જમા થતી રકમ 66 ટકા વધી છે. જ્યારે આ દરમિયાન ઉપાડવામાં આવતી રકમમાં 90 ટકા વધારો થયો છે. દેશમાં પાંચ વર્ષમાં 9.89 કરોડ લાખ રૂપિયા પીએફમાં જમા થયા, જેની સામે 56 ટકા એટલે કે 5.50 લાખ રૂપિયા લોકો દ્વારા ઉપાડી લેવામાં આવ્યા છે. જેમાં એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડની ત્રણેય યોજના ઇપીએફ, ઇપીએસ અને ઇડીએલઆઇ સામેલ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button