Maharashtra માં ગંભીર ગુનાઓ આચરીને ફરાર થયેલા આરોપીઓની તપાસ ગુજરાતમાં, જાણો વિગતે

અમદાવાદઃ મહારાષ્ટ્રમાં(Maharashtra)ગંભીર ગુનાઓ આચરીને વિદેશ ભાગી ગયેલા આરોપીઓની શોધખોળ માટે મુંબઈની પોલીસ ગાંધીનગર જિલ્લાના કલોલ સહિતના વિસ્તારોમાં પહોંચી હતી. વિદેશ ભાગી ગયેલા આ આરોપીઓમાં મોટાભાગે અમદાવાદ, ઉત્તર ગુજરાત, ગાંધીનગર, કલોલ, માણસા, મહેસાણા અને કડી તેમજ અન્ય વિસ્તારના છે. આ લોકોએ લાખો-કરોડો રૂપિયા ખર્ચીને અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને જર્મની જેવા દેશોમાં ગેરકાયદે પ્રવેશ કર્યો હતો.
આ પણ વાંચો: રાજકોટ હોસ્પિટલમાં મહિલાઓના અંગત વીડિયો વેચવાનું કૌભાંડઃ મહારાષ્ટ્રમાંથી 2 ઝડપાયાં…
વિવિધ રાજ્યોમાં તેમની સામે નોંધાયેલા કેસોની તપાસ
અમેરિકામાં ગેરકાયદે વસવાટ કરતા અને જેલમાં રહેલા વિદેશી નાગરિકોને તેમના વતનમાં પરત મોકલવામાં આવી રહ્યા છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, કેટલાક આરોપીઓએ સરકારી અને ખાનગી બેંકોમાંથી અબજો રૂપિયાની લોન લઈ ભરપાઈ કર્યા વગર વિદેશ ભાગી ગયા છે. આ ઉપરાંત કેટલાક હત્યા જેવા ગંભીર ગુનાઓમાં પણ સંડોવાયેલા છે. મુંબઈ પોલીસ આ લોકોના પાસપોર્ટ, તેમની ગુનાહિત પ્રવૃત્તિઓ અને વિવિધ રાજ્યોમાં તેમની સામે નોંધાયેલા કેસોની તપાસ કરી રહી છે.
કલોલ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તપાસ
પોલીસની તપાસથી ડરીને ઘણા આરોપીઓ તેમના સરનામેથી ફરાર થઈ ગયા છે અને કબૂતરબાજ એજન્ટોએ તેમની ઓફિસો બંધ કરી દીધી છે. પોલીસ તંત્ર દ્વારા આવા ગુનેગારોને પકડવા માટે વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. છેલ્લા ત્રણેક દિવસથી મુંબઈ પોલીસની ટીમો કલોલ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તપાસ કરી હતી.