Maha Kumbh 2025: ગુજરાતમાંથી કુંભમેળામાં સ્નાન કરવા જવું છે? જોઈ લો ટ્રેનનું લિસ્ટ
Maha kumbh 2025: આગામી વર્ષે 13મી જાન્યુઆરીથી મહાકુંભની શરૂઆત થશે. પ્રયાગરાજમાં યોજાનારા મહાકુંભની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે વિશેષ ટ્રેનો દોડાવવાની સાથે સુરક્ષા મુદ્દે નિયમિત રીતે સમીક્ષાઓ પણ કરવામાં આવી રહી છે. ગુજરાતમાંથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ કુંભ સ્નાન માટે જશે.
ટ્રેન નંબર 12941: પારસનાથ એક્સપ્રેસ ભાવનગરથી સાંજે 5.45 કલાકે ઉપડે છે અને અમદાવાદ રાત્રે 11.05 કલાકે પહોંચે છે. તે પ્રયાગરાજ જંક્શન બીજે દિવસે 10.00 કલાકે પહોંચાડે છે.
ટ્રેન નંબર 19489: ગોરખપુર એક્સપ્રેસ અમદાવાદથી 09.10 કલાકે થી ઉપડે છે અને ગોરખપુર સુધી જાય છે. આ ટ્રેન પ્રયાગરાજ બીજે દિવસે 08.45 કલાકે પહોંચાડે છે. સોમવાર સિવાય સપ્તાહના તમામ દિવસે આ ટ્રેને દોડે છે.
ટ્રેન નંબર 22967: પ્રયાગરાજ એક્સપ્રેસ અમદાવાદથી પ્રયાગરાજ જાય છે. અમદાવાદથી સાંજે 4.35 કલાકે ઉપડે છે અને પ્રયાગરાજ બીજે દિવસે 4.50 કલાકે પહોંચાડે છે. આ ટ્રેન માત્ર ગુરુવારે ચાલે છે.
ટ્રેન નંબર 19435 અમદાવાદથી આંસનસોલ જતી આ ટ્રેન અમદાવાદથી 00.35 કલાકે ઉપડે છે અને બીજે દિવસે 07.18 એ પ્રયાગરાજ પહોંચાડે છે.
ટ્રેન નંબર 22969 ઓખા-બનારસ સુપરફાસ્ટ એક્સપ્રેસઃ આ ટ્રેન ઓખાથી બપોરે 02.05 થી ઉપડે છે. આ ટ્રેન બીજે દિવસે રાત્રે 10.50 કલાકે પહોંચાડે છે.
આ પણ વાંચો : Mahakumbh 2025: કુંભમાં ખોવાયેલા લોકોને AI શોધી કાઢશે, આ નંબર નોંધી લો!
મહાકુંભ દરમિયાન રેલવે સુરક્ષા માટે બનાવવામાં આવેલા કંટ્રોલ રૂમને જિલ્લા કંટ્રોલ રૂમ સાથે જોડવામાં આવશે. આ સિવાય મહાકુંભ દરમિયાન 8000 વધારાના RAF જવાનોને તૈનાત કરવામાં આવશે. જેમાં અલગ-અલગ રાજ્યોમાંથી અલગ-અલગ ભાષા બોલતા સુરક્ષાને બોલાવવામાં આવશે. મહાકુંભ દરમિયાન દેશભરના 50 શહેરોમાંથી મહાકુંભ વિશેષ ટ્રેનો પ્રયાગરાજ આવશે. મહાકુંભમાં એક દિવસમાં 20 લાખ મુસાફરો રેલ મારફતે પ્રયાગરાજ પહોંચશે. આ સમયગાળા દરમિયાન ભીડને નિયંત્રિત કરવા માટે 9 સ્ટેશન પસંદ કરવામાં આવ્યા છે. જે સીધા ત્રિવેણી સંગમ સાથે જોડાયેલા હશે.
સ્ટેશનોને રંગવામાં આવ્યા
પ્રયાગરાજ જંક્શન કે જે અહીંનું મુખ્ય સ્ટેશન છે તે સિવાય આઠ નાના-મોટા રેલવે સ્ટેશનો છે જેનું પુનઃનિર્માણ કાર્ય કરવામાં આવ્યું છે. આ રેલવે સ્ટેશનો પર નવા ફૂટઓવર બ્રિજ બનાવવામાં આવ્યા છે. આ સ્ટેશનોને રંગવામાં આવ્યા છે. આ ઉપરાંત સ્ટેશનોની આસપાસ પાર્કિંગની સુવિધા માટે પણ વિસ્તાર વધારવામાં આવ્યો છે. આ સાથે કાયમી હોલ્ડિંગ એરિયા પણ બનાવવામાં આવ્યા છે.
1313 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા
મહાકુંભમાં રેલવે માટે સૌથી મોટો પડકાર સુરક્ષા વ્યવસ્થા કરવાનો રહેશે. તેને ધ્યાનમાં રાખીને રેલવે સ્ટેશનો પર એક દિવસમાં આવનારી 20 લાખની ભીડ પર સીસીટીવી કેમેરા દ્વારા નજર રાખવામાં આવશે. આ માટે 1313 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. આરપીએફના જવાનો રેલવે સ્ટેશનની અંદર આવતા દરેક વ્યક્તિ પર ચાંપતી નજર રાખશે. આ સિવાય સ્ટેશનોની આસપાસના મુખ્ય માર્ગો, શેરીઓ પર પણ સીસીટીવી કેમેરા દ્વારા નજર રાખવામાં આવી રહી છે. આ કંટ્રોલરૂમ સીધો જ જિલ્લા કંટ્રોલ રૂમ સાથે જોડાયેલો હશે.