Breaking news: સૌરાષ્ટ્રની ધરા ધ્રુજી: અમરેલીમાં 3.7ની તીવ્રતાનો ભૂકંપ મુંબઈ સમાચાર

સૌરાષ્ટ્રની ધરા ધ્રુજી: અમરેલીમાં 3.7ની તીવ્રતાનો ભૂકંપ

અમરેલી: થોડા દિવસો પહેલા જ રાજ્યમાં ભૂકંપની સૌથી વધુ શક્યતા ધરાવતા કચ્છ જિલ્લામાં અનેક જગ્યાએ ભૂકંપના આંચકા નોંધાયા હતા. ત્યાર આજે સૌરાષ્ટ્રના અમરેલીમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. અમરેલીમાં અનુભવાયેલ ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઈ છે. જેનું કેંદ્રબિંદુ ધારી તાલુકામાં નોંધાયું છે.

| Also Read: “ગિરનાર યાત્રા બનશે મોંઘી!” રોપ-વેના ભાડામાં ઝીંકાયો વધારો

પ્રાપ્ત વિગતો અનુસાર અમરેલીમાં 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. આ ભૂકંપનું કેંદ્રબિંદુ ધારીથી 16 કિલોમીટર દૂર નોંધાયું છે. અચાનક જ ભેદી અવાજો સાથે ધરતી ધ્રૂજવા લાગી હતી અને ભૂકંપનો આંચકો 5:16 મિનિટે આવ્યો હતો. જેની ગાંધીનગર સિસ્મોલોજિ ડિપાર્ટમેન્ટ દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે.

| Also Read: કચ્છમાં સેકન્ડ સમર ગણાતા ઓક્ટોબર મહિનાનો અંગ દઝાડતો આતંક: ઘણા શહેરોમાં ગરમીનો પ્રકોપ

અમરેલી શહેર સહિત જિલ્લાના ઘણા તાલુકાઓમાં ભૂકંપથી ધરા ધ્રુજી ઉઠી હતી. અમરેલી, રાજુલા, ખાંભા અને સાવરકુંડલા સહિતના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપના આંચકાથી સાવરકુંડલાના મીતીયાળા, ધજડી, સાકરપરા સહિતના ગામોની ધરા ધ્રુજી ઉઠતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.

સંબંધિત લેખો

Back to top button