આપણું ગુજરાત

ગુજરાતને અડીને આવેલા આ રાજ્યમાં બિલાડીમાં જોવા મળ્યો બર્ડ ફ્લૂ, તંત્રમાં દોડધામ

ભોપાલઃ ગુજરાતને અડીને આવેલા મધ્ય પ્રદેશમાં બર્ડ ફેલૂના ચાર કેસ સામે આવતાં તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. છિંદવાડામાં 3 પાલતું બિલાડીઓ અને એક પક્ષીમાં H5N1 જોવા મળ્યો હતો. 30 દિવસ સુધી મટન-ચિકન અને ઈંડાના ખરીદ-વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ઉપરાંત સંક્રમિત વિસ્તારની તમામ મટન અને ચિકનની દુકાન સીલ કરી દેવામાં આવી હતી.

જિલ્લામાં થોડા દિવસોમાં જ 18 બિલાડીના મોત થયા હતા. જે બાદ 15 જાન્યુઆરીએ 4 અને 22 જાન્યુઆરીએ 3 બિલાડીના સેમ્પલ લઈને પુણેની નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ વાયરોલોજીમાં મોકલવામાં આવ્યા હતા. 31 જાન્યુઆરીના રોજ આવેલા રિપોર્ટમાં બે પાલતુ બિલાડીના સેમ્પલ H5N1 પોઝિટિવ મળ્યા હતા.

આ પછી આરોગ્ય અને સલામતી માટે જરૂરી પગલાં લેવામાં આવ્યા હતા. રાજ્યને એવિયન ઈન્ફલ્યુએન્ઝાના નિયંત્રણ અને નિવારણ માટેની યોજના પર કામ શરૂ કરવા કહેવામાં આવ્યું હતું. બજારમાં રહેલા બધા પક્ષીઓને મારી નાખવામાં આવ્યા હતા અને સ્વચ્છતાનું પ્રમાણપત્ર ન મળે ત્યાં સુધી બજાર 21 દિવસ માટે બંધ રાખવામાં આવ્યું હતું.

65 નમૂના એકત્રિત કરવામાં આવ્યા હતા

વિભાગ દ્વારા નક્કી કરાયેલ યોજના મુજબ તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા હતા. ભારત સરકારના આરોગ્ય મંત્રાલય દ્વારા બનાવેલી યોજના અનુસાર તમામ જરૂરી પગલાં પણ લેવામાં આવ્યા હતા. 10 ફેબ્રુઆરી, 2025 ના રોજ, પક્ષી બજારમાં કામ કરતા પશુચિકિત્સકો અને અન્ય લોકો પાસેથી 65 નમૂના લેવામાં આવ્યા હતા અને તેમને પુણેના NIV ખાતે મોકલવામાં આવ્યા હતા. બધા નમૂનાઓ ઈન્ફલ્યુએન્ઝા માટે નેગેટિવ જોવા મળ્યા હતા.

આ પણ વાંચો : ગુજરાત સહિત સમગ્ર દેશમાં ગરમી ગાભા કાઢશે, ફેબ્રુઆરીમાં તૂટ્યો 125 વર્ષનો રેકોર્ડ

બર્ડ ફ્લૂ કેટલો ખતરનાક છે?

બર્ડ ફ્લૂ એક પ્રકારનો ઈન્ફલ્યુએન્ઝા છે. ઈન્ફલ્યુએન્ઝા એ H5N1 પ્રકારનો વાઇરસ છે. આ વાઇરસ મરઘાં ઉછેરમાં સૌથી ઝડપથી ફેલાયો હતો. ઘરેલું મરઘાં ફાર્મ તેના પ્રભાવ હેઠળ આવે છે. જો આ વાયરસ કોઈપણ પક્ષીમાં ફેલાય છે, તો તેનો મૃત્યુ દર વધી જાય છે. જોકે, આ વાઇરસ વ્યક્તિથી વ્યક્તિમાં ફેલાતો નથી. પરંતુ તે પક્ષીઓથી માણસોમાં ફેલાઈ શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button