માત્ર બે પાણીપુરી ઓછી આપતાં મહિલાએ હાઈવે પર ધમાલ મચાવી, પોલીસને બોલાવવી પડી…

વડોદરા: શહેરની એક ઘટના વિશે જાણીને તમે ચોંકી ઊઠશો. વડોદરા શહેરના સુરસાગર નજીક પાણીપુરી ખાવા માટે આવેલી એક મહિલાને પાણીપુરી વાળાએ બે પાણીપુરી ઓછી આપતા મહિલા રોડ વચ્ચે જ બેસી ગઈ હતી. આ જોઈને રસ્તા પરથી પસાર થનાર લોકો પણ ચોંકી ઉઠે હતા. અંતે પોલીસે મહિલાને પોલીસ સ્ટેશન લઈ જઈને ઘરે રવાના કરી હતી.
મળતી વિગતો અનુસાર વડોદરા શહેરના મચ્છીપીઠ વિસ્તારમાં રહેતી એક મહિલા સુરસાગર પાસે પાણીપૂરીની લારી પર પાણીપૂરી ખાવા આવતા હતા.
ગઇકાલે સાંજના સમયે તે મહિલા પાણીપૂરી ખાવા માટે આવ્યા હતા, તેમણે 20 રૂપિયાની પાણીપૂરી લીધી હતી. પરંતુ આ દરમિયાન પાણીપૂરીવાળાએ મહિલાને 2 પાણીપૂરી ઓછી આપી હોવાની ફરિયાદ મહિલાએ કરી હતી.
મહિલાની ફરિયાદ બાદ પાણીપુરી વેચવાવાળાએ મહિલાને બે પાણીપુરી આપી દીધી હતી, પરંતુ તેક છતાં મહિલાએ પાણીપુરી વેચનારા સાથે ઝઘડો કર્યો હતો અને મહિલા રોડની વચ્ચે બેસી ગઈ હતી.
રોડની વચ્ચે બેઠેલી મહિલાને જોઈને રોડ પરથી પસાર થનારા લોકો પણ આશ્ચર્યમાં પડ્યા હતા. આ દરમિયાન મહિલાને જોવા માટે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. અનેટ પોલીસને આવવું પડ્યું હતું.
આ મામલામાં પોલીસે આવીને મહિલાને પોલીસ મથક લઈ ગયા હતા. મહિલાએ એક જ જીદ પડકી હતી હતી કે લારીવાળાને હટાવવામાં આવે. પોલીસે મહિલાનું કાઉન્સેલિંગ કર્યું હતું અને મહિલાને ઘરે રવાના કરી હતી. જો કે મહિલાએ પોલીસને કહ્યું હતું કે જો ત્યાં ફરી લારી લગાવવામાં આવી તો મજા નહિ આવે.
આ પણ વાંચો…આઈટી છોડીને પાણીપુરીનો ધંધો કરનારા પર પત્નિની હત્યાનો આક્ષેપ, દોઢ વર્ષનો છે દીકરો