
વડોદરાઃ આંધ્ર પ્રદેશ, તેલંગાણા, આસામમાં રમજાન બ્રેક કોન્ટ્રોવર્સી બાદ ગુજરાતમાં પણ ટાઈમ ટેબલ બદલવાનો વિવાદ ઉભો થયો છે. આ વિવાદ વડોદરામાં શિક્ષણ સમિતિના આદેશ બાદ ઉભો થયો છે. વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ રમજાનને ધ્યાનમાં રાખી નગર નિગમની તમામ સ્કૂલોમાં મુસ્લિમ ધર્મના બાળકો માટે સમયમાં બદલાવ કર્યો છે, જે બાદ ગુજરાતમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને તેમનો નિર્ણય રદ્દ કરવા કહ્યું છે. આમાં મુસ્લિમ બાળકોને મોડા આવવા અને વહેલા છોડવાનો નિર્દેશ છે.
Also read : Gujarat માં હવે હાઉસિંગ સોસાયટીઓ બેફામ ટ્રાન્સફર ફી નહિ વસૂલી શકે…
વિશ્વ હિન્દુ પરિષદે તેમના સોશિયલ મીડિયા એક્સ પર શિક્ષણ પ્રધાન કુબેર ડીંડોરને ટેગ કરીને લખ્યું કે, આ પરિપત્રની સત્યતા ચેક કરો અને તાત્કાલિક રદ્દ કરો. જવાબદારો સામે કાર્યવાહી પણ જરૂરી છે. તુષ્ટીકરણનો વિરોધ જ ભાજપના મજબૂત જન આધારનું કારણ છે તે યાદ રહે. આ ગુજરાત છે, પાકિસ્તાન કે બાંગ્લાદેશ નહીં. વિહિપે અન્ય એક પોસ્ટમાં પણ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના યુનિફોર્મ સિવિલ કોડનો ઉલ્લેખ કરીને લખ્યું કે, અધિકારી, પ્રધાન સરકારના આ ઈરાદાથી માહિતગાર નથી તેમ લાગે છે. વડોદરા નગર નિગમ તો ગુજરાત સરકારના નિર્ણયથી બિલકુલ સ્વતંત્ર છે.
Also read : Gujarat Politics: ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ અને શહેર પ્રમુખની ક્યારે થશે જાહેરાત?
આદેશમાં શું છે
વડોદરા નગર પ્રથામિક શિક્ષણ સમિતિના આદેશમાં સ્કૂલનો સમય બદલવામાં આવ્યો છે. સવારની શાળાનો સમય 8 થી 12 સુધી છે, જેમાં 9.30 થી 10 સુધી બ્રેક રહેશે, બપોરની શાળાનો સમય 12.30 થી સાંજે 4.30 સુધીનોછે. જેમાં 2 થી 2.30 સુધીનો બ્રેક રાખવામાં આવ્યો છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે જે સ્કૂલોમાં મુસ્લિમ બાળકોની સંખ્યા વધારે હોય ત્યાં તેને લાગુ કરવામાં આવશે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધિકારીએ કહ્યું કે, રમજાન મહિનાને લઈ આ પ્રકારનો આદેશ વર્ષોથી જાહેર કરવામાં આવે છે.