વડોદરા

લગ્નની ના પાડતાં યુવકે વિધવાના અશ્લીલ ફોટો વાયરલ કર્યાને પછી….

વડોદરાઃ શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વડોદરાના યુવકને અમદાવાદની વિધવા સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. બંનેએ શરીર સુખ માણ્યું હતું. જે બાદ અમદાવાદની વિધવાએ લગ્નની ના પાડતાં વડોદરાના યુવકે અશ્લીલ ફોટા વાયરલ કર્યા હતા. આ મામલે વિધવાએ વડોદરાના નવાપુરા પોલીસ સ્ટેશનમાં યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.

શું છે મામલો

મૂળ રાજસ્થાનની અને વડોદરામાં રહેતી 37 વર્ષીય વિધવા અમદાવાદમાં દીકરી સાથે રહેતી હતી. આ દરમિયાન અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં રહેતા ઉત્તમ જૈન નામના 35 વર્ષીય યુવક સાથે તેનો સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્ક થયો હતો અને બંને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી અને પ્રેમસંબંધ બંધાયો હતો. જો કે, મહિલાને યુવક યોગ્ય ન લાગતા મહિલાએ તેની સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી, ત્યારબાદ યુવકે મહિલા સાથેના આપત્તિજનક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા હતા. તેમજ ફોટા મહિલાના પરિવારજનોને મોકલ્યા હતા.

અશ્લીલ ફોટો જોયા બાદ મહિલાએ ફરિયાદ નોંધાવી

અશ્લીલ ફોટો જોયા બાદ મહિલાએ નવાપુરા પોલીસની મદદ લીધી હતી અને આ મામલે નવાપુરા પોલીસ સ્ટેશનમાં આરોપી યુવક સામે ફરિયાદ નોંધાવી હતી. મહિલાના પતિ મૃત્યુ પામ્યા છે અને મહિલાની દીકરી અભ્યાસ કરે છે. આરોપી યુવક મૂળ રાજસ્થાનનો જ વતની છે અને તે ઇલેક્ટ્રિશિયનનું કામ કરે છે. પોલીસે ગુનો નોંધી આરોપી ઉત્તમ જૈનની ધરપકડ કરી હતી. તેમજ આ મામલે વધુ તપાસ શરૂ કરી હતી.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button