વડોદરામાં મહિલા સાથે ઈન્વેસ્ટમેન્ટ ટિપ્સના બહાને 1.50 કરોડની છેતરપિંડી કરવામાં આવી

વડોદરાઃ શહેરમાં મહિલા સાથે ઈન્વેસ્ટમેન્ટ ટિપ્સના બહાને 1.50 કરોડની છેતરપિંડી આચરવામાં આવી હતી. મળતી વિગત પ્રમાણે, તેજસ્વી ગાંધી નામની મહિલા જીએસટી અને આઈટી રિટર્નનું કામ કરે છે. થોડા દિવસ પહેલા તેમને એક મેસેજ મળ્યો હતો. જેમાં ઝીરોધાના સ્પેશિયલ ગેસ્ટ વિજયસિંહ ફ્રી વીઆઈપી વોટસઅપ સ્ટોક શેરિંગ ગ્રુપ ચાલુ કરવાનો છે અને માર્કેટને લગતી આપવાના છે તેમ જણાવીને એક લિંક આપવામાં આવી હતી.
આ લિંક ઉપર ક્લિક કરતા મહિલા વિજયસિંહ રોકાણ સેશનમાં એડ કરવામાં આવી હતી. આ ગ્રુપમાં 101 જેટલા મેમ્બર્સ હતા. વિજયસિંહ ટિપ્સ આપતો હતો અને ગ્રુપના મેમ્બર્સ સારો નફો થાય તેના સ્ક્રીનશોટ મુકતા હતા. જેથી એક મહિના સુધી મહિલાએ વોચ કરી હતી.
આ પણ વાંચો: ઑનલાઈન ઈન્વેસ્ટમેન્ટ સ્કૅમમાં જજ પણ છેતરાયા: 13.5 લાખ રૂપિયા ગુમાવ્યા
1000 રૂપિયા ઉપડતાં બેઠો વિશ્વાસ
ત્યારબાદ આ ગ્રુપમાં યુએસ સ્ટોક અને ઇન્ડિયન સ્ટોપમાં ટ્રેડિંગ કરવું હોય તો સ્ટોક બ્રોકર હીરા કેપિટલ કોર્પોરેશનનું સ્પેશિયલ એકાઉન્ટ ઓપન કરાવવું પડશે તેવો મેસેજ મુકવામાં આવ્યો હતો. જેથી મહિલાએ ડોક્યુમેન્ટ મૂકી ઇન્વેસ્ટમેન્ટની ઈચ્છા કરતા આ ગ્રુપના એડમિનના મોબાઈલ નંબર ઉપરથી લિંક મોકલવામાં આવી હતી. તેમાં આઈડી પાસવર્ડ બનાવી એપ ચાલુ કરાવવામાં આવી હતી. ત્યારબાદ બેંક એકાઉન્ટમાં રૂપિયા ભરવા માટે કહેવાતા તેણે વાંધો ઉઠાવ્યો હતો. જેથી આ એકાઉન્ટ સેબી ડેઝિકનેટેડ છે કેમ કહી તમારા ભરેલા પૈસા તમારા એકાઉન્ટમાં દેખાશે તેમ કહેવામાં આવ્યું હતું. રૂ.1 લાખ ભરતા બે દિવસમાં તેને 1.15 લાખ મળ્યા હતા. આ પૈકી 1000 રૂપિયા ઉપાડતા તે ઉપડ્યા હતા જેથી તેને વિશ્વાસ બેઠો હતો.
આ પણ વાંચો: પ્રતિદિન દોઢ ટકા વ્યાજની લાલચે રોકાણકારો સાથે છેતરપિંડી: ઈન્વેસ્ટમેન્ટ ફર્મના ડિરેક્ટરની ધરપકડ
12.56 કરોડનો પ્રોફિટ દેખાતો હતો
મહિલાએ કહ્યું છે કે ત્યાર પછી ગ્રુપમાં મેમ્બર વધી ગયા છે તેમ કહી બીજા વોટ્સએપ ગ્રુપમાં એડ કરવામાં આવી હતી અને ઇન્વેસ્ટમેન્ટ માટે ટિપ્સ આપવામાં આવતી હતી. કુલ રૂ.1.50 કરોડ જેટલી રકમ જમા કરાવતા તેની સામે મને 12.56 કરોડનો પ્રોફિટ દેખાતો હતો. જેમાંથી 35 લાખ રૂપિયા ઉપાડતા આ રકમ ઉપડી ન હતી અને આઇપીઓ ભરાયો નથી તેમ કહી બીજા 20 લાખની માંગણી કરવામાં આવી હતી. જેથી શંકા જતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મહિલા સિવાય અન્ય કેટલા લોકોને આ રીતે ટાર્ગેટ કરવામાં આવ્યા તે અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી હતી.