વડોદરા એસટી વિભાગને રક્ષાબંધન ફળીઃ 22 લાખથી વધુ આવક થઈ…

વડોદરાઃ એસટી વિભાગને રક્ષાબંધનનો તહેવાર ફળ્યો હતો. વડોદરા એસટી વિભાગને 22 લાખની આવક થઈ હતી. 4 દિવસમાં 372 એકસ્ટ્રા ટ્રીપનું સંચાલન કરવામાં આવ્યું હતું. 19 હજાર મુસાફરોએ લાભ લીધો હતો.
મળતી વિગત પ્રમાણે, રક્ષાબંધન પર મુસાફરોની ભીડને ધ્યાનમાં લઇ 7 થી 10 ઓગસ્ટ દરમિયાન વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું અને 50 બસ ફાળવી હતી. વડોદરા એસટી વિભાગે અમદાવાદ, સંતરામપુર, દાહોદ, રાજકોટ, પાવાગઢ, ડાકોર, છોટાઉદેપુર અને સુરત રૂટ પર એકસ્ટ્રા બસો દોડાવી હતી.
વડોદરા સેન્ટ્રલ ડેપો ખાતેથી ચાર દિવસમાં વધારાની કુલ 372 ટ્રિપો 48 હજારથી વધુ કિલોમીટર દોડાવવામાં આવી હતી. જેનો 19,070 જેટલા મુસાફરોને લાભ લીધો હતો. એસટી વિભાગને કુલ રૂપિયા 22.35 લાખની આવક થઈ હતી. 7 ઓગસ્ટે 44 એકસ્ટ્રી ટીપનો 1465 મુસાફરોએ લાભ લીધો હતો અને 2,55,481 રૂપિયાની આવક થઈ હતી.
8 ઓગસ્ટે 158 એકસ્ટ્રા ટ્રીપનો 6855 લોકોએ લાભ લીધો હતો અને 9,99,883 રૂપિયાની આવક થઈ હતી. 9 ઓગસ્ટે 102 એકસ્ટ્રા ટ્રીપનો 4280 લોકો લાભ લીધો હતો અને 5,97,236 રૂપિયાની આવક થઈ હતી. જ્યારે 10 ઓગસ્ટના રોજ 68 ટ્રીપમાં 6470 લોકોએ લાભ લીધો હતો અને 3,82,889 રૂપિયાની આવક થઈ હતી.