વડોદરા

Vadodara ના સયાજીપુરામાં સાત માળના ટાવરમાં આગ લાગતાં એક વ્યક્તિનું મોત

અમદાવાદઃ વડોદરાના(Vadodara)સયાજીપુરામાં વિનાયક સોસાયટી નામના સાત માળના ટાવરમાં પાંચમા માળે આગ લાગતાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. મૃતક તેમના ઘરમાં સુઈ ગયા હતાં તે સમયે આગ લાગી હોવાની જાણકારી પ્રાપ્ત થઈ હતી. પોલીસે કહ્યું હતું કે, આગનો બનાવ શોટસર્કિટને કારણે બન્યો હોવાનું પ્રાથમિક તારણ છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે વડોદરામાં સયાજીપુરા વિસ્તારમાં ઘરમાં આગનો બનાવ સામે આવ્યો હતો.

આ પણ વાંચો: સિમેન્ટ મિક્સર ટ્રકની ટક્કર બાદ કૅબમાં આગ લાગતાં ડ્રાઇવરનું મૃત્યુ…

બી ટાવર-506માં આગ લાગતા વ્યક્તિ દાઝતા મૃત્યુ

સયાજીપુરા ટાંકી પાસે આવેલી વિનાયક સોસાયટી બી ટાવર-506માં આગ લાગતાં 43 વર્ષીય કિરણકુમાર બંસીવાલ રાણા દાઝી જતાં તેમનું મોત નિપજ્યું હતું. તેઓ ઘરમાં સુઈ ગયા હતાં તે દરમિયાન આગ લાગી હતી. પાડોશમાં રહેતા લોકોએ પોલીસ અને ફાયર વિભાગને આગ લાગી હોવાની જાણ કરતાં ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબુમાં લેવા પ્રયાસો હાથ ધર્યા હતાં.

બાપોદ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

પોલીસ અધિકારી એમ આર સાંગડાએ જણાવ્યું હતું કે, જે મકાનમાં આગ લાગી હતી ત્યાં મૃતકનો મૃતદેહ પલંગ પરથી મળ્યો હતો. જેથી એવું લાગે છે કે તેઓ ઊંઘમાં હતાં અને આ ઘટના બની હતી. તેમણે કહ્યું હતું કે, મૃતક એક ખાનગી કંપનીમાં કામ કરતાં હતાં અને આગ લાગવાની ઘટના બની ત્યારે તેઓ ફ્લેટમાં એકલા હતાં. તેમની પત્ની કામ પર ગયા હતાં. આ ઘટનામાં પ્રાથમિક રીતે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું જણાય છે. આગ લાગવાના ચોક્કસ કારણો જાણવા માટે એફએસએલની ટીમો તપાસ કરી રહી છે. બાપોદ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button