વડોદરા

રામ રાખે તેને કોણ ચાખેઃ વડોદરામાં દર્દીનો બારીમાંથી કૂદીને આપઘાતનો પ્રયાસ!

વડોદરાઃ શહેરની સયાજી હોસ્પિટલમાં આજે સવારે એક દર્દીએ બારીમાંથી કૂદીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. સદનસીબે, દર્દીએ બારીમાંથી પડતું મૂક્યું હોવા છતાં તેમનો આબાદ બચાવ થયો હતો અને હાલ તેમને ઓર્થો વિભાગમાં વધુ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.

મળતી વિગત પ્રમાણે, વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં આજે સવારે 6 વાગ્યાના અરસામાં એક દર્દીએ બારીમાંથી કૂદીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. ખોડિયારનગર, ન્યૂ વીઆઇપી રોડ પરની વ્રજધામ સોસાયટીમાં રહેતા 65 વર્ષીય દયાનંદ બાબુરાવ પવાર નામના દર્દી ગત તારીખ 5 નવેમ્બરના રોજ ન્યૂ સર્જિકલ બિલ્ડિંગના પ્રથમ માળ પરના ડી-વન વોર્ડમાં સારવાર હેઠળ દાખલ કરાયા હતા.

સદનસીબે, દર્દીએ બારીમાંથી પડતું મૂક્યું હોવા છતાં તેમનો આબાદ બચાવ થયો હતો અને હાલ તેમને ઓર્થો વિભાગમાં વધુ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. ઘટનાના પગલે ચકચાર મચી ગઈ હતી.

આ પણ વાંચો…Vadodara માં પૂર્વ કોર્પોરેટરના પુત્રની સયાજી હોસ્પિટલમાં હત્યા

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button