વડોદરામાં ડોક્ટરને ચોરીની લાગી આદત, ગેંગ બનાવીને 140 કારની કરી ચોરી

વડોદરા: ક્રાઈમ બ્રાન્ચે તાજેતરમાં કાર ચોરી કરતી એક ટોળકીને પકડી પાડી હતી. પોલીસ તપાસમાં એક ચોંકાવનારો ખુલાસો (Vadodara Crime Branch) થયો હતો. પોલીસને જાણવા મળ્યું કે આરોપીઓમાંથી એક શખ્સ પાસે ડોક્ટરની ડીગ્રી છે. અત્યાર સુધીમાં ત્રણેય આરોપીઓ વિરુદ્ધ 140 થી વધુ ફરિયાદો દાખલ થઈ છે. પકડાયા ત્યાં સુધી ત્રણેય વડોદરા પોલીસ સ્ટેશનમાં વોન્ટેડ હતા.
વડોદરાના કારેલીબાગ અને રાવપુરા પોલીસ સ્ટેશનમાં ચોરોની ટોળકી વિરુદ્ધ કાર ચોરીની ત્રણ ફરિયાદો નોંધાઈ હતી. વડોદરા ક્રાઈમ બ્રાન્ચ તપાસ શરુ કરી હતી. પોલીસને માહિતી મળી હતી કે એક શખ્સ ચોરાયેલી ઈકો કાર લઈને વડોદરા આવ્યો હતો. પોલીસે છટકું ગોઠવીને હરીશ નામના આરોપીને પકડી પાડ્યો હતો.
આ પણ વાંચો: આ મોસ્ટ વોન્ટેડ આરોપીઓને યુએસથી ભારત લાવવામાં આવશે! વડાપ્રધાન મોદીની મુલાકાત પહેલા દાવો
પકડાયેલા આરોપી હરીશની વધુ પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે તેના બે મિત્રો પણ વડોદરા આવ્યા હતા. માહિતીને આધારે પોલીસે અન્ય આરોપી અરવિંદ માન્યા અને તાહેર અનવર હુસૈનની ધરપકડ કરી હતી.
જાણવા મળ્યું કે હરેશ અને અરવિંદ બે સગા ભાઈઓ છે. ત્રણેય આરોપીઓ સામે કાર ચોરીની 140 થી વધુ ફરિયાદો નોંધાઈ છે. તેઓ વાહનો ચોરીને રાજકોટ મોકલતા હતાં. અહીં વાહનોના બધા સ્પેરપાર્ટ્સ અલગ કરવામાં આવતા હતા અને બધા પાર્ટ્સ અલગથી વેચાતા હતા.
આ પણ વાંચો: CBIને મળી મોટી સફળતા; વિદેશ ભાગી ગયેલા 2 વોન્ટેડ આરોપીઓને પરત લાવવામાં આવ્યા
ડોક્ટર બન્યા ચોર:
પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો એ થયો કે હરીશ પાસે બેચલર ઓફ ઈસ્ટર્ન મેડિસિન એન્ડ સર્જરી (BEMS) ની ડિગ્રી છે અને એક સમયે તે મેડીકલ પ્રેક્ટીસ પણ કરતો હતો. પરંતુ ત્યાર બાદ તેણે વધુ મોજશોખ માટે કાર ચોરી કરવાની શરુ કરી અને પછી તેને ચોરીને આદત લાગી ગઈ. ત્યાર બાદ તેણે ક્લિનિકને તાળું મારી દીધું અને આ ચોરી ચાલુ રાખી.
હાલમાં પોલીસે આરોપીઓ પાસેથી એક ઇકો અને એક બ્રેઝા કાર જપ્ત કરી છે. હાલમાં ત્રણેયને રિમાન્ડ પર મોકલીને કાર્યવાહી શરૂ કરી છે.