વડોદરામાં લવજેહાદનો કેસ: હિન્દુ યુવતીને ફસાવી, દુષ્કર્મ અને ધમકી આપનાર મુસ્લિમ યુવકની ધરપકડ

વડોદરાઃ ગુજરાતના વડોદરામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મુસ્લિમ યુવકે ખુદને હિન્દુ ગણાવી યુવતીને લગ્નની લાલચ આપી હતી. તેમજ લાંબા સમય સુધી યૌન શોષણ કરતો હતો. માંજલપુર વિસ્તારમાં આ ઘટના બન્યા પછી પોલીસે એક્શન લીધા છે.
લગ્નનું વચન આપીને શરીર સંબંધ બાંધ્યો
યુવતીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે, આરોપીનું નામ ઇકબાલ પરમાર છે. તેણે ખુદને હિન્દુ ગણાવીને પોતાની ઓળખ પ્રતીક પટેલ તરીકે આપી હતી. આરોપી પહેલા તેની સાથે મિત્રતા કરી હતી અને બાદમાં લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી હતી. યુવતીના આરોપ મુજબ આરોપી તેને અનેક વખત રાજસ્થાન ફરવા લઈ ગયો હતો અને લગ્નનો વાયદો કરીને શરીર સંબંધ બાંધ્યા હતા. જેના કારણે તે ત્રણ વખત ગર્ભવતી પણ થઈ હતી.
હકીકત સામે આવતાં સંબંધ રાખવાની ના પાડી
પીડિતાએ જણાવ્યું કે, જયારે તેને આરોપીની અસલી ઓળખની ખબર પડી ત્યારે તેણે સંબંધ રાખવાની ના પાડી હતી. જેના કારણે તેણે દુર્વ્યવહાર કર્યો હતો અને જો મારી નહીં થા તો કોઈની નહીં થવા દઉ તેવી ધમકી આપી હતી. ઉપરાંત જ્યાં પણ મળીશ ત્યાં જાનથી મારી નાંખીશ તેમ પણ કહ્યું હતું.
અન્ય યુવતીને ફસાવી છે કે નહીં તેની તપાસ થશે
યુવતીની ફરિયાદ બાદ પોલીસે આરોપી ઈકબાલ પરમારની ધરપકડ કરી હતી અને તેને ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી દેવામાં આવ્યો હતો. આરોપીએ આ રીતે અન્ય કોઈ હિન્દુ યુવતીને ફસાવી છે કે નહીં તેની પણ પાસ શરૂ કરી હતી. અહીં એ જણાવવાનું કે વડોદરામાં છાશવારે આ પ્રકારના બનાવો બને છે, જેમાં મે મહિનામાં કપુરાઈ પોલીસ સ્ટેશનની હદમાં 19 વર્ષની યુવતી (સગીર વયની હતી ત્યારે)ને પ્રેમજાળમાં ફસાવી હતી. બે વર્ષ સુધી પોતાની પ્રેમજાળમાં ફસાવીને તેના પર દુષ્કર્મ આચર્યું હતું. આ બાબતની ફરિયાદ નોંધતા ત્રણ વિધર્મીની ધરપકડ કરીને ગુનો નોંધવામાં આવ્યો હતો.