ગુજરાતના વડોદરામાં દારૂની ગેરકાયદે હેરાફેરીની નવી મોડસ ઓપરેન્ડી પ્રકાશમાં આવી, જાણો વિગતે

વડોદરા : ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારુની ગેરકાયદે હેરાફેરી સામાન્ય બની છે. જેની માટે ગુનેગારો નવી નવી મોડસ ઓપરેન્ડી અપનાવી રહ્યા છે. જેમાં વડોદરામાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
જેમાં દારૂની હેરાફેરી માટે ગુનેગારોએ કારમાં ત્રણ અલગ અલગ ટાંકીઓ બનાવી હતી. તેમજ તેમાં નળ ફીટ કર્યા હતા. જેમાંથી વિદેશી દારૂ નળ મારફતે નીકાળીને બોટલ મારફતે વેચવામાં આવતો હતો.
કારમાં ત્રણ અલગ-અલગ ટાંકી બનાવી હતી
આ અંગે પોલીસે જણાવ્યું હતું કે, બાતમીના આધારે કાર સાથે ગુનેગારની ધરપકડ કરવામાં આવી હતી. તેમજ તલાશી દરમિયાન આરોપી યુવક ગોવાથી વડોદરા દારૂની હેરાફેરી કરી રહ્યો હતો.
તેણે પોતાની કારમાં ત્રણ અલગ-અલગ ટાંકી બનાવી હતી અને તેમાં નળ ફીટ કર્યા હતા. નળ ખોલ્યા પછી, ટાંકીમાંથી વિદેશી દારૂ નીકળતો હતો અને ટાંકીમાંથી દારૂ કાઢીને બોટલમાં ભરાતો હતો. જે તેનું તે વેચાણ કરતો હતો.
245 લિટર વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો
આ કેસમાં પોલીસે તરસાલી વિસ્તારમાંથી અમિત સોલંકી નામના આરોપીની ધરપકડ કરી છે.આ આરોપી પાસેથી આશરે 245 લિટર વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર જપ્ત કરાયેલા દારૂની કિંમત અંદાજે રૂપિયા 3.67 લાખ હોવાનો અંદાજ છે. ઘટના સ્થળેથી પાંચ બોટલ પણ જપ્ત કરવામાં આવી છે.
આપણ વાચો: સુરતમાં કારની સીટ અને લાઈટમાં દારુની હેરાફેરી કરનારા ત્રણ જણ ઝડપાયા…
રાજસ્થાનમાં ટાંકી બનાવવામાં આવી હતી
પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીએ રાજસ્થાનમાં ટાંકી બનાવવામાં આવી હતી.તેમજ શંકા ટાળવા માટે આ ટાંકીઓના ઢાંકણા અને વાલ્વ કારની બ્રેક લાઇટ અને ટાયર પાસે છુપાવવામાં આવ્યા હતા. પોલીસ હવે આરોપીઓની પૂછપરછ કરી રહી છે અને આ કામગીરીમાં બીજું કોણ સંડોવાયું છે તે શોધવાનો પ્રયાસ કરી રહી છે.



