વડોદરા

વડોદરા અકસ્માત કેસના આરોપીએ ડ્રગ્સનું કર્યું હતું સેવન, જાણો બીજું શું છે લેટેસ્ટ અપડેટ…

વડોદરાઃ શહેરમાં બે દિવસ પહેલા કારેલીબાગ વિસ્તારમાં પોતાના મિત્ર સાથે કારમાં જતા નબીરાએ અકસ્માત સર્જયો હતો. જેમાં એક મહિલાનું મોત થયું હતું. જ્યારે પાંચ લોકો ઘાયલ થયા હતા. અકસ્માત બાદ આરોપી પકડાયો હતો અને તેની ઓળખ રક્ષિત ચોરસિયા તરીકે થઇ હતી.

Also read : વડોદરામાં નશાની હાલતમાં એકનો ભોગ લેનારા યુવકની ધરપકડ, Video જોઈ હચમચી જશો

પોલીસે આ કેસમાં કાર ચાલક અને તેની સાથે રહેલા યુવકનો તાત્કાલિક અસરથી રેપિડ ટેસ્ટ કર્યો હતો. જેમાં કાર ચાલક રક્ષિત ચોરસિયા અને પ્રાંશું ચૌહાણે ડ્રગ્સનો નશો કર્યો હોવાનું બહાર આવ્યું હતું. વડોદરા પોલીસે જણાવ્યું હતું કે અકસ્માત કરનાર બે શખ્સોએ રાત્રે અકસ્માત પહેલા મોજ કરવા ડ્રગ્સ લીધો હોવાનું રેપિડ ટેસ્ટમાં બહાર આવ્યું હતું.

આરોપીને છાતીમાં દુખાવો થયો

આરોપી રક્ષિતને છાતીમાં દુખાવો ઉપડતાં તેને સયાજી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. તેણે કહ્યું, કે મને કારમાં ઈજા થઈ હતી. હાલ છાતીમાં દુખાવો થઈ રહ્યો છે.

કસ્ટડીમાં આખી રાત ફેરવ્યા પડખાં

પોલીસે આ કેસમાં આરોપી રક્ષિતને કોર્ટમાં રજૂ કરીને એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. નશો ઉતર્યા બાદ આરોપીએ કારેલીબાગ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં આખી રાત પડખાં ફેરવ્યા હતા. આજે આરોપીને સાથે રાખીને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવશે.

Also read : આ ગુજરાત છે પાકિસ્તાન કે બાંગ્લાદેશ નહીં, જાણો ક્યા મામલે VHP ભડક્યું શિક્ષિણ સમિતિ પર…

અકસ્માત બાદ શું થયું હતું

અકસ્માત સર્જ્યા બાદ નબીરા સાથે જતો મિત્ર તાત્કાલિક કારમાંથી ઉતરીને ભાગી ગયો હતો અને મારે તેની સાથે કોઈ લેવા દેવા નથી તેમ કહેતો હતો. જેણે અકસ્માત સર્જ્યો હતો તે નબીરો લોકોથી ડર્યા વિના કારમાંથી નીચે ઉતર્યો હતો અને પછી ૐ નમ:શિવાયનો સૂત્રોચ્ચાર કરવા લાગ્યો હતો. તે કારમાંથી ઉતરતાં જ ‘નિકિતા મેરી… અંકલ…. ઓમ નમઃ શિવાય….’ જેવી બૂમો પાડવા લાગ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button