વડોદરામાં પેટ્રોલ પંપના માલિકનો પરિવાર સાથે આપઘાતનો પ્રયાસ...

વડોદરામાં પેટ્રોલ પંપના માલિકનો પરિવાર સાથે આપઘાતનો પ્રયાસ…

વડોદરા: શહેરના ગોરવામાં સામૂહિક આપઘાતના પ્રયાસનો કિસ્સો સામે આવ્યો હતો. આર્થિક સંકડામણને કારણે પેટ્રોલ પંપના માલિકે પત્ની, બે દીકરા તથા એક દીકરી સાથે ઝેરી દવા પી લઈને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. 21 જુલાઇના રોજ આપઘાતનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આ કિસ્સો આજે પ્રકાશમાં આવ્યો હતો.

મળતી વિગતો અનુસાર નંદેસરી જીઆઇડીસીમાં પેટ્રોલ પંપ ધરાવતા સુભાષભાઈને પેટ્રોલ પંપમાં છ કરોડનું દેવું થઈ ગયું હતું, તો બીજી તરફ તેમણે બેન્કમાંથી લોન અને સબંધી પાસેથી વ્યાજે પૈસા લીધેલા હતા. પેટ્રોલ પંપ માલિકના પત્નીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે તેમના પતિ પર ખૂબ વધારે દેવું થઈ ગયું હતું અને આથી જ પરિવારે સાથે મળીને ઝેરી દવા પી લઈને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેમણે એમ પણ જણાવ્યુ હતું કે તેઓ કેનાલ ઝંપલાવવા જઇ રહ્યા હતા તે દરમિયાન ઊલટીઓ થવા લાગતા તેઓ હોસ્પિટલમાં દાખલ થયા હતા.

ઉલ્લેખનીય છે કે પાંચ સભ્યના આ પરિવારે 21 જુલાઈ, 2025ની સવારે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યાર બાદ તેઓ જાતે હોસ્પિટલમાં દાખલ થયાં હતાં, જોકે આ મામલો 22 જુલાઈની બપોરે પ્રકાશમાં આવતા પ્રશાસન સતર્ક બન્યું હતું.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.
Back to top button