વડોદરામાં વરસાદ વગર રહેણાંક વિસ્તારમાં ઘૂસ્યો 8 ફૂટનો મહાકાય મગર, જુઓ તસવીરો | મુંબઈ સમાચાર
વડોદરા

વડોદરામાં વરસાદ વગર રહેણાંક વિસ્તારમાં ઘૂસ્યો 8 ફૂટનો મહાકાય મગર, જુઓ તસવીરો

વડોદરા: શહેરમાં વરસાદ નહીં હોવા છતાં રહેણાંક વિસ્તારમાં મગર આવી ચડતાં સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. ગાજરાવાડીસ્થિત રહેવાસી વિસ્તારમાં અચાનક મગર ઘૂસી આવતા સમગ્ર પરિસરમાં દોડધામ મચી ગઈ હતી. મહામહેનતે મગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવતા પ્રશાસનની સાથે સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

શહેરના ગાજરાવાડી વિસ્તારમાં મહાકાર મગર રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવ્યો હતો. જે અંગે તાત્કાલિક રેસ્ક્યૂ ટીમને જાણ કરવામાં આવી હતી. આ ટીમે આવીને આઠ ફૂટના મહાકાય મગરનું રેસ્ક્યૂ કર્યું હતું.

મગર પકડાતા સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો. ગાજરાવાડી સુએઝ પંપિંગ સ્ટેશન પાસેના નાળામાં પણ મગરો હોવાને કારણે આસપાસના સ્થાનિક રહેવાસીઓમાં સતત ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.

આપણ વાંચો: વડોદરામાં મગરે કરેલા હુમલામાં કેટલું વળતર ચૂકવાયું? જાણો

મળતી વિગતો અનુસાર વડોદરા શહેરમાં વરસાદ નહીં હોવા છતાં રહેણાંક વિસ્તારમાં મગર આવી ચડયો હતો અને મગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. મગરનું સફળ રેસ્ક્યૂ ઓપરેશન જોવા માટે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.

શહેરના ગાજરાવાડી વિસ્તારમાં મહાકાર મગર રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવ્યો હતો, જે અંગે તાત્કાલિક રેસ્ક્યૂ ટીમને જાણ કરવામાં આવી હતી. આ ટીમે આવીને આઠ ફૂટના મહાકાય મગરનું રેસ્ક્યૂ કર્યું હતું.

મગર પકડાતા સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો. ગાજરાવાડી સુએઝ પંપિંગ સ્ટેશન પાસેના નાળામાં પણ મગરો હોવાને કારણે આસપાસના સ્થાનિક રહેવાસીઓમાં સતત ડરનો માહોલ જોવા મળી રહ્યો છે

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button