વડોદરાના ડભોઈમાં પૂંઠા બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ, કોઈ જાનહાની નહી | મુંબઈ સમાચાર

વડોદરાના ડભોઈમાં પૂંઠા બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ, કોઈ જાનહાની નહી

ડભોઈ : ગુજરાતમાં વડોદરાના ડભોઈમાં પૂંઠા બનાવતી ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટનાની જાણ થતા જ ફાયર ફાયટર ઘટના સ્થળે પહોંચ્યા છે. તેમજ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ આગની ઘટનાને પગલે આસપાસમાં ભયનો માહોલ છે.

આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ

આ સમગ્ર ઘટનાની વિગત મુજબ વડોદરાના ડભોઈમાં મોતીપુરા ગામમાં પૂંઠા બનાવતી ફેક્ટરીમાં અચાનક આગ લાગી હતી. આ આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાનું પ્રાથમિક અનુમાન કરવામાં આવી રહ્યું છે. જોકે, આ આગ થોડી જ વારમાં વધુ ફેલાઈ ગઈ હતી. જયારે આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરતા વડોદરા અને બોડેલીની ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી છે. તેમજ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

તમામ સામાન બળીને નાશ પામ્યો

તેમજ પ્રાથમિક માહિતી મુજબ ફેક્ટરીમાં હાલ માત્ર પૂંઠાનો સ્ટોક જ હતો. આ ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ. આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. આ આગમાં તમામ સામાન બળીને નાશ પામ્યો છે. આ મામલે પોલીસે કંપની માલિકોની પૂછપરછ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button