વડોદરાના 41 બ્રિજ સલામત, 2 કાયમી બંધ: ચોમાસામાં ખાડા પૂરવા પાલિકા યુદ્ધના ધોરણે!

વડોદરા: ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ બ્રિજની સ્થતિ અને ચોમાસાની ઋતુથી બિસ્માર રસ્તાઓના મુદ્દે સરકાર હવે યુદ્ધના ધોરણે કાર્યવાહી કરી રહી છે. વડોદરા શહેરમાં પડેલા ખાડાઓ (ભૂવાઓ) પૂરવા માટે પાલિકા દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. વડોદરા મહાનગરપાલિકાની વિવિધ ટીમો દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે.
43 પૈકી 41 બ્રિજ સલામત હોવાનો દાવો
વડોદરા મહાનગર પાલિકાની હદમાં આવેલ આવેલ કૂલ 43 બ્રિજનુ થર્ડ પાર્ટી ઇન્સ્પેકશન કરવામા આવ્યું હતું. જે પૈકી 41 બ્રિજો સલામત હોવાનો દાવો કરવામાં આવ્યો છે. બાકીના 2 બ્રિજ ટ્રાફિક અને રાહદારીઓ માટે સલામત નહીં હોવાથી કાયમી ધોરણે બંધ કરવામાં આવ્યા છે.
શહેરના ચારેય ઝોનમાં ૩,૯૩૦ ખાડા
વડોદરા મહાનગર પાલિકા દ્વારા કરવામાં આવેલા દાવા અનુસાર શહેરના ચારેય ઝોનમા ચોમાસાની ઋતુ દરમ્યાન પડેલા ખાડાઓનો સર્વે કરવામા આવ્યો હતો અને આ સર્વે મુજબ કુલ ૩૯૩૦ ખાડાઓ છે. ચારે ઝોનના ૧૯ વોર્ડના એન્જિનિયરીંગ ટીમો દ્વારા દરેક વોર્ડમાં નાના મોટા ખાડાઓ ૩૯૩૦ પૈકી ૨૫૦૨ નંગ ખાડાઓ ૩૩૮૪.૦ મે.ટન હોટમિક્ષ મટિરિયલ-થી તેમ જ ૧૨૯૦ નંગ ખાડા ૧૪૦૧ મેટ્રિક ટન વેટમીક્ષ મટીરીયલનો ઉપયોગ કરીને પૂર્ણ કર્યું છે.
૧૩ કિમી લંબાઈની રિપેરિંગની કામગીરી પૂર્ણ
આ ઉપરાંત કુલ ૩૮.૪૨ કિ.મી. માર્ગની મરામત કરવા પાત્ર રોડની લંબાઈમાં, રોડ રીપેરીંગ કરવા અંગેની કામગીરી સામે ૩૬.૧૦ કિમી ની લંબાઈમાં રસ્તાની મોટરેબલ કરવાની કામગીરી વેટ મિક્સ અને જીએસબી દ્વારા કરવામાં આવી છે. આ ૩૬.૧૦ કિ.મી.ની લંબાઈ પૈકી ૧૩.૪૧ કિમી લંબાઈમાં ડામરનો ઉપયોગ કરીને રિપેરિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.