વડોદરા-અમદાવાદ રૂટના મુસાફરો માટે અગત્યના સમાચાર: મેગા બ્લોકને કારણે આટલી ટ્રેનો પ્રભાવિત

વડોદરા: પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ હેઠળ વાસદ અને રણોલી સ્ટેશન વચ્ચે પુલ નંબર 624 (અપ લાઇન) પર રિ-ગર્ડરિંગનું કાર્ય હાથ ધરાશે. આ કામગીરી માટે આગામી 7 મે થી 8 જૂન 2025 સુધી સવારે 11:15 થી સાંજે 16:45 સુધી 5 કલાક અને 30 મિનિટનો મેગા બ્લોક રહેશે. આ બ્લોકના કારણે અમદાવાદ મંડળથી દોડતી અને પસાર થતી કેટલીક ટ્રેનોને અસર થશે, જેની વિગતવાર માહિતી નીચે મુજબ છે.
સંપૂર્ણ રદ્દ થનારી ટ્રેન
ટ્રેન નંબર 19036 અમદાવાદ-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ 7,11,14,18,21,28 મે અને 4,8 જૂન 2025 ના રોજ પૂર્ણતઃ નિરસ્ત રહેશે. ટ્રેન નંબર 19035 વડોદરા-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ 7,11,14,18,21,28 મે અને 4,8 જૂન 2025 ના રોજ સંપૂર્ણ રદ્દ રહેશે.
આંશિક રદ્દ ટ્રેન
ટ્રેન સંખ્યા 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ 7,11,14,18,21,28 મે અને 4,8 જૂન 2025 ના રોજ અમદાવાદ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને અમદાવાદ-વડોદરા વચ્ચે આંશિક રદ્દ રહેશે.
આ પણ વાંચો ‘આ દેશમાં અનામત ટ્રેનના ડબ્બા જેવું બની ગયું છે…’ જાણો સુપ્રીમ કોર્ટે આવી ટિપ્પણી કેમ કરી
રિશેડ્યૂલ થવાવાળી ટ્રેનો
ટ્રેન નંબર 12010 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસ 7,14,21,28 મે અને 04 જૂન 2025 ના રોજ 30 મિનિટ માટે રિશેડ્યૂલ રહેશે. ટ્રેન નંબર 20902 ગાંધીનગર કેપિટલ-મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ 11, 18 મે અને 08 જૂન 2025 ના રોજ 60 મિનિટ માટે રિશેડ્યૂલ રહેશે.
રેગુલેટ થવાવાળી ટ્રેનો
- ટ્રેન નંબર 16533 ભગત કી કોઠી-કેએસઆર બેંગલુરુ એક્સપ્રેસ 7,14,21,28 મે અને 04 જૂન 2025 ના રોજ 55 મિનિટ માટે રેગુલેટ રહેશે.
- ટ્રેન નંબર 12477 જામનગર-શ્રી માતા વૈષ્ણો દેવી કટરા એક્સપ્રેસ 7,14,21,28 મે અને 04 જૂન 2025 ના રોજ 50 મિનિટ માટે રેગુલેટ રહેશે.
- ટ્રેન નંબર 14807 જોધપુર-દાદર એક્સપ્રેસ 11,18 મે અને 08 જૂન 2025 ના રોજ 01.40 કલાક માટે રેગુલેટ રહેશે.
- ટ્રેન નંબર 16209 અજમેર-મૈસુર એક્સપ્રેસ 11,18 મે અને 08 જૂન 2025 ના રોજ 55 મિનિટ માટે રેગુલેટ રહેશે.
- ટ્રેન નંબર 20626 ભગત કી કોઠી-એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ એક્સપ્રેસ 7,11,14,18,21,28 મે અને 04,08 જૂન 2025 ના રોજ 40 મિનિટ માટે રેગુલેટ રહેશે