વડોદરા

વડોદરામાં નશાની હાલતમાં એકનો ભોગ લેનારા યુવકની ધરપકડ, Video જોઈ હચમચી જશો

વડોદરાઃ શહેરમાં એક ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી. કારેલીબાગ વિસ્તારમાં આમ્રપાલી કોમ્પલેક્ષ નજીક મિત્ર સાથે કારમાં જતા નબીરાએ પૂરપાટ ગતિએ અન્ય વાહનો પર જતા લોકોને ફંગોળી નાખ્યા હતા. જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. આ ઘટનાની જાણ પોલીસને થતા ઘટના સ્થળે દોડી આવી હતી. અકસ્માત સર્જનાર કાર ચાલકની અટકાયત કરવામાં આવી હતી. જ્યારે અન્ય ઘાયલ લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

એક મહિલાનું ઘટના સ્થળે મોત

ગાંધીના ગુજરાતમાં પોલીસને પડકાર ફેંકતા નશાની હાલતમાં નબીરાઓએ અકસ્માત સર્જ્યો હતો. તેમાં કારેલીબાગના મુક્તાનંદ સર્કલ પાસે બેફામ કાર ચલાવી નબીરાએ સાત જેટલા લોકોને ઉડાવ્યા હતા. દરમિયાન કાર ચાલકે સ્કૂટર પર જઈ રહેલા ત્રણ લોકોને ઉડાવ્યા હતા જેમાં હેમાલીબેન પટેલ નામની એક મહિલાનું ઘટનાસ્થળે મોત થયું હતું.

Also read : ભાવનગરમાં ઓનર કિલિંગઃ પ્રેમસંબંધમાં પિતા અને કાકાએ પુત્રીને મોતને ઘાટ ઉતારીને પછી..

નબીરાનો સાથીદાર ફરાર

આ અકસ્માતમાં લગભગ સાત જેટલાં લોકો અડફેટે આવ્યા હતા. પોલીસને ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ધોરણે કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. ઘટનાસ્થળે હાજર લોકોની ભીડે નબીરાને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. જોકે તેનો સાથીદાર હજુ ફરાર છે.

આ ઘટનાના કાળજુ કંપાવી દેતા CCTV દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં કાર ચાલક નશો કરીને કાર ચલાવી રહ્યા હોવાનું દેખાય છે. તેમજ એક આરોપીની પોલીસે અટકાયત કરી છે તથા અન્ય એકની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. કારની એરબેગ ખુલી જતા ડ્રાઈવર અને અન્ય એક યુવકનો બચાવ થયો હતો. નબીરા કાર ચાલક રક્ષિત રવીશ ચોરસિયાએ અકસ્માત સર્જ્યો હતો. આરોપી રક્ષિત મુળ વારાણસીનો વતની છે અને એમએસ યુનિવર્સિટીમાં કાયદાનો વિદ્યાર્થી છે. પોલીસે આરોપી રક્ષિત ચોરસિયાની ધરપકડ કરી અન્ય આરોપી મીત ચૌહાણની શોધખોળ શરૂ કરી હતી. આરોપી નશો કરીને ઓવરસ્પીડે કાર ચલાવી રહ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button