વડોદરા

Vadodara અકસ્માત કાંડનો આરોપી પહેલા પણ થઇ છે પોલીસ અટક, માફી માંગતા થયો હતો છૂટકારો

વડોદરા : ગુજરાતના વડોદરાના(Vadodara)ગુરુવારે રાત્રે થયેલા અકસ્માતનો આરોપી રક્ષિત રવીશ ચૌરસિયા અંગે મોટો ખુલાસો થયો છે. આ આરોપી આ પૂર્વે પણ એક કેસમાં પોલીસ પકડમાં આવ્યો હતો. જોકે, માફી માગ્યા બાદ તેને ચેતવણી આપીને છોડી દેવામાં આવ્યો હતો. આ ઘટનાની માહિતી મુજબ એક મહિના પૂર્વે તેના જ ફ્લેટમાં હોબાળો મચાવવા બદલ એક વકીલે રક્ષિતે અને મિત્રો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો: વડોદરા અકસ્માતઃ 3 ASIની બદલી, એક્ટ્રેસ જ્હાનવી કપૂરને પણ આવ્યો ગુસ્સો…

યુવાનોએ વકીલને ધમકી આપીને દુર્વ્યવહાર પણ કર્યો હતો

જ્યારે એક અખબારના અહેવાલ મુજબ, 19 ફેબ્રુઆરીના રોજ ફતેહગંજના એક ફ્લેટમાં કેટલાક યુવાનો હંગામો કરી રહ્યા હતા. જ્યારે એક જ બિલ્ડિંગમાં રહેતા એક વકીલે તેમને શાંત રહેવા કહ્યું. પરંતુ યુવાનોએ તેમની વાત સાંભળવાને બદલે તેમનો વિરોધ કરવાનું શરૂ કર્યું. એવો આરોપ પણ છે કે યુવાનોએ વકીલને ધમકી આપીને દુર્વ્યવહાર પણ કર્યો હતો.

યુવાનોએ વકીલની માફી લેખિતમાં માફી માંગી હતી

જોકે, તેની બાદ આ વિસ્તારમાં રહેતા લોકો ફ્લેટ નીચે એકત્ર થયા હતા અને યુવાનો સાથે ઝપાઝપી કરી. વકીલે પોલીસને જાણ કરી અને પોલીસ યુવાનોને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. આ અહેવાલ મુજબ યુવાનોએ વકીલની માફી લેખિતમાં માફી માંગી હતી.તેની બાદ સમગ્ર મામલો થાળે પડ્યો હતો.

કારે અચાનક કાબૂ ગુમાવ્યો હતો

જ્યારે વડોદરામાં ગુરુવારે સર્જાયેલા કાર અકસ્માતમાં પણ બે યુવાનોનો પણ સામેલ હતા. જેમાં રક્ષિત રવિશ ચૌરસિયા કાર ચલાવી રહ્યો હતો. જ્યારે તેનો મિત્ર પ્રાંશુ ચૌહાણ બાજુની સીટ પર બેઠો હતો. મળતી માહિતી મુજબ કારેલીબાગ વિસ્તારમાં તેમની કારે અચાનક કાબૂ ગુમાવ્યો હતો. ત્યારબાદ કારે 2 સ્કૂટર સહિત 2-3 વાહનોને ટક્કર મારી. આ અકસ્માતમાં એક મહિલાનું મોત થયું હતું જ્યારે 7 લોકો ઘાયલ થયા હતા. અકસ્માત સમયે હાજર લોકોએ કહ્યું કે રક્ષિત ચૌરસિયા નશામાં હોવાનું જણાવ્યું હતું. જ્યારે તેણે નશામાં હોવાની વાતનો ઇનકાર કર્યો હતો. તેને બચાવ કર્યો હતો કે રસ્તા પરના ખાડાઓને કારણે આ અકસ્માત સર્જાયો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button