
Vadodara News: વડોદરામાં તાજેતરમાં જ બનેલા અકસ્માત કેસમાં પોલીસ કમિશ્નર દ્વારા આકરી કામગીરી કરવામાં આવી છે. કારેલીબાગ પોલીસ મથકના ત્રણ ASIની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે. પોલીસ કમિશ્નર દ્વારા આ ઘટનાને ગેરશિસ્ત ભરેલી કામગીરી તરીકે નોંધ લેવામાં આવી હતી. એક્ટ્રેસ જ્હાનવી કપૂરે પણ આ ઘટના અંગે ગુસ્સો વ્યક્ત કર્યો છે. તેણે સોશિયલ મીડિયા પોસ્ટ કરી હતી.
Also read : વસ્ત્રાલની ઘટના બાદ પોલીસ એક્શનમાં; 100 કલાકમાં અસામાજીક ગુંડા તત્વોની યાદી તૈયાર કરવાનો આદેશ

ફરજમાં બેદરકારી દાખવવા બદલ બદલી
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આમ્રપાલી ચારરસ્તા નજીક અકસ્માત સર્જાયા બાદ પોલીસે આરોપીની અટકાયત કરી હતી. જોકે, આરોપીએ પોલીસ કસ્ટડીમાં હોવા છતાં મીડિયા સમક્ષ ઇન્ટરવ્યૂ આપ્યો હતો. આ બાબતને પોલીસ કમિશ્નપ નરસિમ્હા કોમારે ગંભીર ગણી હતી અને તેને ગેરશિસ્ત ભરેલી કામગીરી તરીકે નોંધ લેવામાં આવી હતી.
પોલીસ કમિશ્નરે નારાજગી વ્યક્ત કરી
પોલીસ કમિશ્નર આ ઘટનાને લઈને નારાજગી વ્યક્ત કરી હતી અને ફરજમાં બેદરકારી દાખવવા બદલ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ત્રણ ASIની ટ્રાફિક શાખામાં બદલી કરવાનો આદેશ કર્યો હતો. આ કાર્યવાહી અંગે પોલીસ કમિશ્નનરે જણાવ્યું હતું કે, પોલીસની છબીને ખરડાવનારા અને નિયમોનું ઉલ્લંઘન કરનારા કોઈપણ કર્મચારી સામે કડક પગલાં લેવામાં આવશે. આરોપીની કસ્ટડી દરમિયાન મીડિયા સાથે વાતચીત કરવાની મંજૂરી નથી અને આ બાબતમાં ગંભીર બેદરકારી દાખવવામાં આવી છે.
જાણીતી એક્ટ્રેસ જ્હાનવી કપૂરે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું, આ ખૂબ જ આશ્ચર્યજનક અને ગુસ્સો અપાવતી દુર્ઘટના છે. કોઈ આ પ્રકારનો વ્યવહાર કરીને કેવી રીતે બચી શકે તે વિચારીને અણગમો પેદા થાય છે, પછી ભલે તે નશામાં હોય કે ન હોય.
Also read : અમદાવાદઃ વસ્ત્રાલમાં આતંક મચાવનારા શખ્સોના ઘર પર ફરી વળ્યું બુલડોઝર…
ક્યારે બની હતી ઘટના
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આમ્રપાલી ચારરસ્તા પાસે 13મી માર્ચ 2025ની મોડી રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. ઘટનામાં એક મહિલાનું મોત જ્યારે સાત લોકો ઘાયલ થયા હતા. પોલીસે આરોપી રક્ષિતની ધરપકડ કરી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યુ હતું. આરોપીને છાતીમાં દુ:ખાવો થતાં સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો છે. નશામાં ધૂત કાર ચાલકે કેટલાક લોકોને અડફેટે લેતાં મહિલાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.