વડોદરા

વડોદરામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ મેયરની નેમ પ્લેટ તોડી હંગામો કર્યો

વડોદરાઃ વડોદરામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓએ હોબાળો મચાવ્યો હતો. મેયર પિંકીબેન સોનીના રાજીનામાની માંગ સાથે આપના નેતાઓ મહાનગરપાલિકાની ઓફિસ ખાતે પહોંચ્યા હતા. મહાનગરપાલિકા કચેરીનો દરવાજો તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવતાં આપની મહિલા કાર્યકર્તાઓ રણચંડી બની હતી.

મહિલા કાર્યકર્તાઓએ દરવાજો કૂદીને અંદર ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓ દ્વારા મેયર સામે આક્ષેપ કરવામાં આવ્યા હતા. તેમજ મેયરની નેમ પ્લેટ પણ તોડીને આક્રોશ વ્યકત કર્યો હતો. મેયરની ગેરહાજરી જોતા તેઓએ બહાર બેસી ધાંધલ ધમાલ મચાવી હતી.

આ પણ વાંચો: આમ આદમી પાર્ટીએ ઉમેશ મકવાણાને પાંચ વર્ષ માટે કર્યાં સસ્પેન્ડ, રાજીનામા બાદ લેવાયો નિર્ણય

વડોદરા મનપા કચેરી ખાતે મેયરને રજૂઆત કરવા પહોંચેલા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓના વિરોધ પ્રદર્શન બાદ નવાપુરા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા અને કાયદો તથા વ્યવસ્થા જાળવવા માટે કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. જોકે, ર્યકર્તાઓની સંખ્યા ધારણા કરતાં ઘણી વધારે હોવાથી પોલીસને આશ્ચર્ય થયું હતું. 30થી વધુ કાર્યકર્તાઓની અટકાયત કરવાની હોવાથી પોલીસને વાહનોની અછતનો સામનો કરવો પડ્યો. સ્થિતિ એવી સર્જાઈ કે અટકાયતીઓને પોલીસ સ્ટેશન લઈ જવા માટે પોલીસના વાહનોને એક પછી એક અનેક ફેરા મારવાની નોબત આવી હતી. આટલી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓને લઈ જવામાં પોલીસને રીતસરનો પરસેવો છૂટી ગયો હતો, અને વાહનો ખૂટી પડતા અટકાયત પ્રક્રિયામાં દોડધામ મચી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.
Back to top button