યુનાઈટેડ વે ફરી વિવાદમાંઃ સિક્યુરિટી ગાર્ડ અને ખેલૈયા વચ્ચે ઝપાઝપી

વડોદરાઃ શહેરનું યુનાઈડેટ વે ફરી વિવાદમાં આવ્યું હતું. સિક્યુરિટી ગાર્ડ અને ખેલૈયા વચ્ચે ઝપાઝપી થઈ હતી. આ અંગેનો વીડિયો વાયરલ થયો હતો. મળતી વિગતો અનુસાર, મધરાતે યુનાઇટેડ વેના ગરબા મેદાનમાં અચાનક ખેલૈયાઓ અને સિક્યુરિટી ગાર્ડ વચ્ચે બબાલ થઈ હતી. જોકે તનું સાચું કારણ સામે આવ્યું નથી. એન્ટ્રી ગેટ પાસે કે ગરબા રમતી વખતે વિવાદ થયો હોવાની ચર્ચા છે.
ખેલૈયા અને સિક્યુરિટી ગાર્ડ વચ્ચે થયેલી માથાકૂટનો વીડિયો અન્ય ખેલૈયાએ કેમેરામાં કેદ કરી લીધો હતો. વીડિયો વાયરલ થતાં આયોજકોની વ્યવસ્થા અંગે ફરી પ્રશ્નો ઉભા થયા હતા.નિક સ્તરે ચર્ચાઓ છે કે ભીડ નિયંત્રણ અને ખેલૈયાઓ માટેની વ્યવસ્થા પૂરતી ન હોવાથી આવા વિવાદો સર્જાય છે. અગાઉ પણ યુનાઇટેડ વેના ગરબામાં વિવાદ, ગેરવર્તણૂક અને અસંસ્કારી વર્તનના કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. હાલ આ ઘટનાને લઈને કોઈ સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાઇ નથી.
સંસ્કારી નગરી ગણાતી વડોદરામાં ગરબાના કિસીંગ વીડિયો વાયરલ થયા હતા. યુનાઇટેડ વેના ગરબામાં દુષ્કર્મ કેસના આરોપી વિલ્સન સોલંકી દ્વારા પત્ની સાથેની રીલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. તેમજ શહેરના લક્ષ્મીવિલાસ પેલેસમાં મહારાણી રાધિકા રાજે ગાયકવાડના ગરબામાં પણ એક કપલ દ્વારા જાહેરમાં ચુંબન કરતી અશ્લીલ રીલ બનાવી હતી. જે સોશિયલ મીડિયા પર વાયરલ થતાં વિવાદ શરૂ થયો હતો.
વિલ્સન સોલંકીએ 24 વર્ષીય યુવતી પર સતત 9 વર્ષ સુધી દુષ્કર્મ આચરતા છાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. આ યુવતી જ્યારે 15 વર્ષની હતી, ત્યારે તેને પ્રેમજાળમાં ફસાવી હતી અને તેની પર દુષ્કર્મ આચરતો હતો. લગ્નનો વાયદો કર્યાં પછી તેને યુવતીને તરછોડી દીધી હતી. જેથી યુવતીએ વિલ્સન સોલંકી સામે દુષ્કર્મ અને પોક્સોની ફરિયાદ છાણી પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરીને એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. આરોપી ગોલ્ડ પહેરવાનો શોખીન છે, આ ઉપરાંત ટેબલ મોટી રકમની ચલણી નોટો મુકીને રિલ્સ બનાવીને વાયરલ કરી હતી અને પુષ્પા સ્ટાઇલમાં વીડિયો પણ વાયરલ થયો હતો. તે રાષ્ટ્રીય સમાજ પક્ષમાંથી કોર્પોરેશનની ચૂંટણી પણ લડી ચૂક્યો છે.
લક્ષ્મી વિલાસ પેલેસમાં પણ આવી જ ઘટના બની હતી. શહેરના લક્ષ્મીવિલાસ પેલેસમાં મહારાણી રાધિકા રાજે ગાયકવાડના ગરબામાં પણ એક કપલ દ્વારા જાહેરમાં ચુંબન કરતી અશ્લીલ રીલ બનાવી હતી. જે વાયરલ થતાં વિવાદ શરૂ થયો હતો. આ પહેલા યુનાઈટેડ વે ગરબા ગ્રાઉન્ડ પર ખેલૈયાઓની હાજરીમાં જ એકબીજાને જાહેરમાં કિસ કરી અને પત્નીને ઊંચકી લઈ અશ્લીલ હરકત કરતીરિલ બનાવી સોશિયલ મીડિયા પર અપલોડ કરી હતી. ગરબામાં જ અશ્લીલ હરકતનો વીડિયો સામે આવતાં લોકોમાં ભારે નારાજગી જોવા મળી હતી અને વિવાદ છેડાયો હતો.
આ પણ વાંચો…વડોદરામાં ગરબાના વધુ બે કિસીંગ વીડિયો વાયરલ થયા, એક છે દુષ્કર્મનો આરોપી