વડોદરા

અનોખું આમંત્રણ: ગુજરાતના કયા ભાજપ સાંસદે રાહુલ ગાંધીને ‘યુનિટી માર્ચ’માં જોડાવવા પત્ર લખ્યો?

વડોદરાઃ લોકસભાના ભાજપના ડૉ. હેમાંગ જોશીએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત “એકતા માર્ચ”માં ભાગ લેવા આમંત્રણ આપ્યું હતું. તેમણે આ અંગે રાહુલ ગાંધીને પત્ર પણ લખ્યો હતો. તેમણે રાહુલ ગાંધીને આ માર્ચમાં જોડાવા અને રાષ્ટ્રીય એકતાના મુદ્દા પર તમામ પક્ષો એક સાથે ઉભા રહેવાનો સંદેશ આપવા વિનંતી કરી હતી.

વડોદરા લોકસભા મતવિસ્તારના ભાજપના સાંસદ ડૉ. હેમાંગ જોશીએ કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીને પત્ર લખીને સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત “એકતા માર્ચ”માં ભાગ લેવા આમંત્રણ આપ્યું છે. જણાવી દઈએ કે, ભારત સરકાર દ્વારા આ એકતા માર્ચ 26 નવેમ્બરથી 6 ડિસેમ્બર, 2025 દરમિયાન યોજાઈ રહી છે.

આ માર્ચ 29-30 નવેમ્બરના રોજ વડોદરામાંથી પસાર થશે. આ પત્રમાં ડૉ. જોશીએ જણાવ્યું હતું કે, આ માર્ચ રાજકારણથી ઉપર છે અને રાષ્ટ્રીય એકતાનું પ્રતીક છે. તેમણે જણાવ્યું હતું કે, આ માર્ચ સરદાર પટેલના આદર્શોને સમર્પિત છે. તેમણે રાહુલ ગાંધીને માર્ચમાં જોડાવા અને રાષ્ટ્રીય એકતાના મુદ્દા પર તમામ પક્ષો એકતામાં ઉભા છે, તે સંદેશ આપવા વિનંતી કરી હતી.

સાંસદે એવું પણ સૂચન કર્યું હતું કે, ગુજરાત કોંગ્રેસના નેતાઓ પણ આ માર્ચમાં ભાગ લે, જેનો તેમને ફાયદો થશે. પત્રમાં સુરક્ષા અને અન્ય વ્યવસ્થાઓની ખાતરી આપવામાં આવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ તમામ જરૂરી વ્યવસ્થા કરશે. તેને લોકશાહી મૂલ્યોના ઉજવણી તરીકે વર્ણવતા, ડૉ. જોશીએ કહ્યું કે, આ “એક ભારત, શ્રેષ્ઠ ભારત” ની ભાવનાને મજબૂત કરવાની ઐતિહાસિક તક છે.

આપણ વાંચો:  ભાવનગરમાં ધાર્મિક-રહેણાંક સહિત 30 દબાણો દૂર કરાયા: 3000 ચોમી જગ્યા ખુલ્લી કરાઈ

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button