વડોદરામાં ગરબાના વધુ બે કિસીંગ વીડિયો વાયરલ થયા, એક છે દુષ્કર્મનો આરોપી | મુંબઈ સમાચાર
વડોદરા

વડોદરામાં ગરબાના વધુ બે કિસીંગ વીડિયો વાયરલ થયા, એક છે દુષ્કર્મનો આરોપી

વડોદરાઃ સંસ્કારી નગરી ગણાતી વડોદરામાં ગરબાના વધુ બે કિસીંગ વીડિયો વાયરલ થયા હતા. જેમાંથી એક દુષ્કર્મનો આરોપી છે. યુનાઇટેડ વેના ગરબામાં દુષ્કર્મ કેસના આરોપી વિલ્સન સોલંકી દ્વારા પત્ની સાથેની રીલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. તેમજ શહેરના લક્ષ્મીવિલાસ પેલેસમાં મહારાણી રાધિકા રાજે ગાયકવાડના ગરબામાં પણ એક કપલ દ્વારા જાહેરમાં ચુંબન કરતી અશ્લીલ રીલ બનાવી હતી. જે સોશિયલ મીડિયા પર વાયરલ થતાં વિવાદ શરૂ થયો હતો.

વિલ્સન સોલંકીએ 24 વર્ષીય યુવતી પર સતત 9 વર્ષ સુધી દુષ્કર્મ આચરતા છાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. આ યુવતી જ્યારે 15 વર્ષની હતી, ત્યારે તેને પ્રેમજાળમાં ફસાવી હતી અને તેની પર દુષ્કર્મ આચરતો હતો. લગ્નનો વાયદો કર્યાં પછી તેને યુવતીને તરછોડી દીધી હતી. જેથી યુવતીએ વિલ્સન સોલંકી સામે દુષ્કર્મ અને પોક્સોની ફરિયાદ છાણી પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરીને એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. આરોપી ગોલ્ડ પહેરવાનો શોખીન છે, આ ઉપરાંત ટેબલ મોટી રકમની ચલણી નોટો મુકીને રિલ્સ બનાવીને વાયરલ કરી હતી અને પુષ્પા સ્ટાઇલમાં વીડિયો પણ વાયરલ થયો હતો. તે રાષ્ટ્રીય સમાજ પક્ષમાંથી કોર્પોરેશનની ચૂંટણી પણ લડી ચૂક્યો છે.

લક્ષ્મી વિલાસ પેલેસમાં પણ આવી જ ઘટના બની હતી. શહેરના લક્ષ્મીવિલાસ પેલેસમાં મહારાણી રાધિકા રાજે ગાયકવાડના ગરબામાં પણ એક કપલ દ્વારા જાહેરમાં ચુંબન કરતી અશ્લીલ રીલ બનાવી હતી. જે વાયરલ થતાં વિવાદ શરૂ થયો હતો.

આ પહેલા યુનાઈટેડ વે ગરબા ગ્રાઉન્ડ પર ખેલૈયાઓની હાજરીમાં જ એકબીજાને જાહેરમાં કિસ કરી અને પત્નીને ઊંચકી લઈ અશ્લીલ હરકત કરતીરિલ બનાવી સોશિયલ મીડિયા પર અપલોડ કરી હતી. ગરબામાં જ અશ્લીલ હરકતનો વીડિયો સામે આવતાં લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે અને વિવાદ છેડાયો હતો.

આ પણ વાંચો…વડોદરામાં ગરબામાં યુવકે યુવતીને હોઠ પર કરી કિસ, પોલીસે શું કહ્યું

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button