વડોદરાઃ ગઈકાલે મુંબઈની સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી બાદ આજે ગુજરાતના વડોદરા શહેરને ઉડાવવાની ધમકી ભરેલો ઈમેલ સ્કૂલના પ્રિન્સિપાલને વહેલી સવારે ચાર વાગ્યામાં મળ્યો હતો.
અહીંની નવરચના સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો એક ઈમેલ સ્કૂલના પ્રિન્સપાલને વહેલી સવારે 4:00 વાગ્યાની આસપાસ ઇ-મેઈલ મોકલવામાં આવ્યો હતો. પ્રિન્સિપાલને ઇ-મેઈલ મળતાં સ્કૂલનું તંત્ર અને પોલીસ તંત્ર દોડતું થયું હતું. પોલીસ અને બોમ્બ સ્કવોડની ટીમ દ્વારા નવરચનાની ત્રણેય સ્કૂલમાં તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરી હતી. જોકે હજુ સુધી કોઈપણ જાતની વાધાંજનક વસ્તુ મળી આવી નથી.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નવરચનાની વડોદરા શહેરમાં ત્રણ સ્કૂલ આવેલી છે. જેમાં ભાયલી વિસ્તારની સ્કૂલના પ્રિન્સિપાલને ધમકી ભર્યો ઇ-મેઈલ મળ્યો હતો. બોમ્બની ધમકીની સૂચના મળતાં બોમ્બ સ્કવૉડ અને પોલીસ ટુકડી ઘટનાસ્થળે ધસી આવી હતી અને તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરી હતી. દરમિયાન બાળકોને રજા આપી દેવામાં આવી હતી. ધમકી મળતા જ પોલીસ અને સ્કૂલ સંચાલકો દોડતા થયા હતા અને બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી સ્કૂલમાં રજા જાહેર કરી દીધી હતી.
જોકે હાલમાં પણ તપાસ ચાલી રહી છે અને બોમ્બની ધમકી વચ્ચે બાળકોને તાત્કાલિક સ્કૂલમાંથી રજા આપી દેવામાં આવી હતી. જે જે સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે તેમાં નવરચના યુનિવર્સિટી, સમા ઇન્ટરનેશનલ સ્કૂલ અને નવરચના વિદ્યાની વિદ્યાલયનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો…રાષ્ટ્રીય મતદાતા દિવસ: ઉત્તમ કામગીરી કરનારા ચૂંટણી તંત્રના અધિકારીઓનું સન્માન
ધમકીના પગલે પોલીસ અને બોમ્બ સ્કવોડની ટીમ દ્વારા સ્કૂલબસ સહિતના વાહનો અને આસપાસના વિસ્તારમાં પણ ચેકિંગ કરી રહી છે. એરપોર્ટની સાથે સાથે સ્કૂલોને ઉડાડી દેવાની ધમકીવાળા ઈમેલ છેલ્લા થોડા સમયથી મળતા રહે છે. દિલ્હીની સ્કૂલોને પણ આવા મેલ મળી ચૂક્યા છે.