વાહ રે તંત્ર: વડોદરામાં એક ખાડો પૂરવાનો ₹ 13,000 ખર્ચ, 5,529 ખાડા પર પૂર્યાંનો દાવો | મુંબઈ સમાચાર
વડોદરા

વાહ રે તંત્ર: વડોદરામાં એક ખાડો પૂરવાનો ₹ 13,000 ખર્ચ, 5,529 ખાડા પર પૂર્યાંનો દાવો

વડોદરા: ચોમાસામાં પડેલા વરસાદના કારણે શહેરના અનેક રોડ રસ્તા બિસ્માર થઈ ગયા હતા. જોકે તંત્ર દ્વારા છેલ્લા થોડા દિવસથી સમારકામ ચાલુ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં નાના-મોટા 5,529 ખાડા પૂરવામાં આવ્યા છે.

મળતી વિગત પ્રમાણે કોર્પોરેશન દ્વારા આ કામગીરી પાછળ 7 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે, એટલે કે એક ખાડો પૂરવા પાછળ 13,000નો ખર્ચ કર્યો છે. ઉત્ત૨ ઝોનમાં 1306, પૂર્વ ઝોનમાં 1729, પશ્ચિમ ઝોનમાં 1515 અને દક્ષિણ ઝોનમાં ખાડા પૂરવામાં આવેલ છે. જે માટે કુલ 19255 મે.ટન ડામરનું હોટ મિક્સ અને 2140 મે.ટન વેટ મિક્સ મટીરીયલ ઉપયોગમાં લેવાયું છે. આ રીતે કુલ 38.42 કિ.મી. ૨સ્તાનું રિપેરિંગ ક૨વામાં આવ્યું છે. હાલના હોટ મિક્સ મટીરીયલનો દર મેટ્રિક ટનનો ભાવ 3800 છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ચોમાસામાં ખાડાનું પુરાણ કર્યા બાદ ફરી પાછી એ જ જગ્યાએ ખાડા જોવા મળે છે. આ સમસ્યા દરેક સ્થળે સામાન્ય છે. કેમકે ચોમાસાના દિવસોમાં ખુલ્લા દિવસો ઓછા મળતા હોય છે. ખાડામાં ભેજનું પ્રમાણ વધુ હોય છે એટલે ડામર કામ કરવામાં આવે તો ભેજને લીધે મટીરીયલ બરાબર જામતું નથી, પરંતુ કામ ચલાઉ ધોરણે મોટરેબલ રોડ કરવા ખાડામાં ભેજ હોવા છતાં પણ પુરાણ કરવું પડે છે. દરમિયાન ફરી વરસાદ પડતા એ જ સ્થળેથી ડામરનો માલ ઉખડી જાય છે અને ફરી ખાડો પડે છે.

આપણ વાંચો:  PM મોદી ફરી ગુજરાત આવશે: સાગરમાલા 2.0 પ્રોજેક્ટની જાહેરાત કરશે

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button