વડોદરામાં ભરચોમાસે લોકો પાણીના ટેન્કર મંગાવવા મજબૂર, જાણો વિગત

વડોદરાઃ શહેરના કેટલાક વિસ્તારમાં ભરચોમાસે પાણીની સમસ્યા સર્જાઈ છે. જેના કારણે લોકો ટેન્કર મંગાવવા મજબૂર બન્યા હતા. વિતરણ વ્યવસ્થામાં ખામી રહેવાના કારણે આ સમસ્યા ઊભી થઈ હતી.
આ અંગે મ્યુનિસિપલ કમિશનરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. શહેરના કારેલીબાગ વિસ્તારમાં ધનલક્ષ્મી સોસાયટી, અક્ષતા સોસાયટી, કલાકુંજ, આનંદ નગર, અંબાલાલ પાર્ક, શાસ્ત્રી પાર્ક, જલાધામ, ગાંધી ગ્રામ, આશુતોષ, વી.આઈ.પી રોડ પર વૃંદાવન સોસાયટી, ક્રિષ્ના વેલી, અમિતનગર, જાગૃતિ, મીરાં, નિર્વાણા કોમ્પલેક્ષ, તુલસીવાડી વગેરે કારેલીબાગ પાણીની ટાંકીના કમાન્ડ એરીયામાં આવતી સોસાયટીઓ છે, ત્યાં જ પાણીના ધાંધિયા છે.
આપણ વાંચો: મુુંબઈના પીવાનાં પાણીની સમસ્યાનો તોડ: ગારગાઈ ડેમને મળી પર્યાવરણ મંજૂરી
15 દિવસથી આ સોસાયટીઓમાંથી વારંવાર પાણીની ટાંકી ફરિયાદો કરવામાં આવે છે. પાણી પુરવઠા વિભાગના ઉચ્ચ અધિકારીને મૌખીક તથા ટેલીફોનીક રજુઆત કરી હોવા છતાં ઉકેલ આવ્યો નથી.
હાલમાં વડોદરા શહેરની આજુ બાજુ વિસ્તારોના નદી નાળા છલકાઈ ગયા છે, પાણી પૂરતું છે તો પછી વિસ્તારમાં કેમ આવા વારંવાર પ્રોબલેમ કેમ થાય છે તેવો પણ લોકોએ સવાલ ઉઠાવ્યો હતો.
પાણી પુરવઠા ડીપાર્ટમેન્ટમાં તથા અધિકારીઓમાં સંકલનનો અભાવ અને વિતરણ વ્યવસ્થામાં ખામી રહેતી હોવાના કારણે વિસ્તારના રહીશોને સહન કરવાનો વારો આવ્યો હોવાનું અને પાણીની ટેન્કરો મંગાવવા પડતા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.