વડોદરામાં સ્કૂલ બની પછી 7 વર્ષે સોઈલ ટેસ્ટ: ચોંકાવનારો રિપોર્ટ!

વડોદરાઃ શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળા બની ગયા પછી તેનો સાત વર્ષે સોઈલ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં સ્કૂલની ઈમારત જર્જરીત હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદ હવે શિક્ષણ સમિતિ દ્વારા સ્કૂલ તોડીને નવી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
મળતી વિગત પ્રમાણે, શહેરના નવાયાર્ડ વિસ્તારમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત લોકમાન્ય ટિળક પ્રાથમિક સ્કૂલ આવેલી છે. શૈક્ષણિક સત્ર શરૂ થતાં પહેલાં આ સ્કૂલમાં રૂપિયા 7 લાખના ખર્ચે રંગરોગાન અને સમારકામ કરવામાં આવ્યું હતું. લાખો રૂપિયાનો ખર્ચ કર્યા બાદ સમિતિ દ્વારા સ્કૂલની ઇમારતનો સોઈલ ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. રિપોર્ટમાં સ્કૂલની ઇમારત જર્જરીત થઇ ગઇ હોવાનું અને જોખમરૂપ હોવાનું સામે આવ્યું હતું.
આ પણ વાંચો: વડોદરામાં રિફાઇનરી સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, વાલીઓમાં અફરાતફરી, પોલસ તપાસનો ધમધમાટ શરૂ
દરમિયાન સમિતિ દ્વારા જે તે સમયે વિદ્યાર્થીઓને બીજી સ્કૂલમાં સ્થળાંતર કરી દેવામાં આવ્યા હતા. 9 જૂન, 2025થી શરૂ થયેલ નવા શૈક્ષણિક સત્રમાં પણ વિદ્યાર્થીઓને અન્ય સ્કૂલમાં સ્થળાંતર કરવામાં આવ્યા છે. સમિતિ દ્વારા હવે ઇમારતને જમીનદોસ્ત કરી નવી ઇમારત બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું.